gujarat weather news/ ગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે લોકોને ઘરની બહાર ન નીકળવાની અને સલામત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાત (Gujarat) માં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તીવ્ર વરસાદની આગાહી સાથે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યના 7 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અને 14 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ચેતવણીઓને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા અને સલામત સ્થળોએ રહેવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં આગામી 3 કલાક દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તાપી,ડાંગ,નવસારી,વલસાડ,દમણ, દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવું અને રસ્તાઓ પર ટ્રાફિકની અવરજવરમાં અડચણો ઊભી થવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને ઘરની બહાર ન નીકળવાની અને સલામત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.

શાહરૂખ ખાને PM મોદીને અભિનંદન આપ્યા 2025 08 03T173002.305 ગુજરાતમાં વરસાદની આગાહી, રાજ્યમાં આજે થઈ શકે છે સાર્વત્રિક મેઘમહેર

રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ જિલ્લાઓમાં આગામી 3 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નાગરિકોને સાવધાની રાખવા કહેવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, વડોદરા, છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓના પાણીના સ્તરમાં વધારો થવાની સંભાવના છે.જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેશે. સ્થાનિક વહીવટી તંત્રને નાગરિકોની સુરક્ષા માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.

શાહરૂખ ખાને PM મોદીને અભિનંદન આપ્યા 2025 08 03T173157.217 ગુજરાતમાં વરસાદની આગાહી, રાજ્યમાં આજે થઈ શકે છે સાર્વત્રિક મેઘમહેર

રાજ્યના ૧૪ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી ૩ કલાક દરમિયાન આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, જેના કારણે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. યલો એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે અને આ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ

આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા

આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ