ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાતના પગલે ગુજરાત આજે સમગ્ર ભારતમાં ટોચનું ઔદ્યોગિક કેન્દ્ર માનવામાં આવે છે. હવે વાઇબ્રન્ટ ગુજરાતના આ ફળ ફક્ત મોટા શહેર સુધી જ સીમિત ન રહેતા ગામડાના સ્તર સુધી પહોંચવા લાગ્યા છે.
તેનું ઉત્તમ ઉદાહરણ છે અમદાવાદના નવા-નવા પરાવિસ્તાર બનેલા સાણંદના ગામડા. સાણંદના બોળ, હીરાપુર, શિયાવાડ અને ચલલ ગામમાં કંપનીઓએ એકમો સ્થાપ્યા પછી ગ્રામ પંચાયતને અત્યંત નોંધપાત્ર કહી શકાય તેવી વ્યવસાય વેરાની આવક શરૂ થઈ છે.
સાણંદના જ બોળ ગામને જોઈએ છેલ્લા એક દાયકામાં તેને 13 કરોડથી વધુ રકમનો વેરો મળ્યો છે. આ ઉપરાંત હીરાપુરને લગભગ ચાર કરોડ, ચરલ ગામને લગભગ બે કરોડ અને શિયાવાડને મળતા વ્યવસાય વેરાની આવક દોઢ કરોડની નજીક પહોંચવામાં આવી છે. સાણંદ-ટુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટે આ ચાર ગામની 2003 હેક્ટર જમીન ખરીદી હતી. એક સમય હતો જ્યારે આ ગામડાને વેરા પેટે થતી આવક નહીવત હતી. પંચાયતની સરકારી ઓફિસનો નિભાવખર્ચ પણ અનુદાન પર ચાલતો હતો.
ફક્ત સાણંદ જીઆઇડીસીના નજીક આવેલા ગામડાની જ આવક વધી છે તેવું નથી. સાણંદથી 15 કિ.મી. દૂર આવેલા છારોડી ગામની પણ વ્યવસાય વેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. છારોડી ગ્રામ પંચાયતની આવક દાયકા પહેલા માંડ 52 લાખ હતી, જે દાયકા પછી વધીને 1.35 કરોડ થઈ હતી. આજે ગામડાઓમાં પણ કરદાતાઓની સંખ્યા વધી ગઈ છે.
આમ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સીએમ હતા ત્યારે શરૂ કરેલો વાઇબ્રન્ડ ગુજરાત મહોત્સવના ફળ ફક્ત શહેરો સુધી જ સીમિત ન રહેતા ગામડા સુધી પહોંચવા લાગ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોના જીવનમાં આર્થિક અને સામાજિક ઉત્થાનના નવા યુગનો પ્રારંભ થયો છે. આમ છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાની પીએમ મોદીની નેમ બર લાવી રહી છે.
આ પણ વાંચોઃ Explained/ ચાર દેશ વચ્ચે જંગ-14 વચ્ચે તનાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ છે નજીક?
આ પણ વાંચોઃ Israel-Gujarati/ કેટલાય ગુજરાતીઓ પર ઘાત છે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ
આ પણ વાંચોઃ CWC/ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાસે શું છે પ્લાન?
