મુલાકાત/ જાપાનનાં વડાપ્રધાનને મળ્યા PM મોદી, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઘણા દેશોનાં ટોચનાં નેતાઓ સાથે બેઠક યોજી હતી.

Top Stories World
11 179 જાપાનનાં વડાપ્રધાનને મળ્યા PM મોદી, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઘણા દેશોનાં ટોચનાં નેતાઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદી જાપાનનાં વડાપ્રધાન યોશીહિદે સુગાને પણ મળ્યા હતા. બંને વચ્ચેની બેઠક દરમિયાન ડિજિટલ ઈકોનોમી બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો – અપીલ / અમેરિકાએ તાલિબાનને જવાબદાર ઠેરવવા પી -5 દેશોને એક થવા કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનનાં વડા પ્રધાનની પ્રશંસા કરી હતી. આ બેઠક અંગે વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી અને જાપાનનાં વડાપ્રધાન યોશીહિદે સાથે આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત છે. અગાઉ, વડાપ્રધાન મોદી અને યોશીહિદે માત્ર એક જ વાર ફોન પર વાત કરી હતી. જાપાનનાં વડા પ્રધાનની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે જાપાને જે રીતે સફળતાપૂર્વક ઓલિમ્પિક રમતોનું આયોજન કર્યું તે પ્રશંસાને પાત્ર છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન મુદ્દે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ JAPPA સાથે મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિકાસ પર પણ વિસ્તૃત ચર્ચા કરી. વડાપ્રધાને કહ્યું કે મહામારીનો સામનો માત્ર ટેકનોલોજી દ્વારા કરી શકાય છે.

આ પણ વાંચો – મુલાકાત / PM મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું ,ભારતીય તમારા વિજ્યનનું સન્માન કરવા માંગે છે

જાપાનનાં પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ 5G મુદ્દે પણ ચર્ચા કરી હતી. PM મોદીએ ભારતમાં મોટા પાયે 5G નેટવર્ક શરૂ કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, જો જાપાનની આધુનિક ટેકનોલોજીનો ટેકો આપવામાં આવે તો ભારત આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આ સિવાય બંને દેશોનાં વડાપ્રધાને સાયબર સુરક્ષા પર પણ ચર્ચા કરી હતી. એકબીજાનાં સહકારથી તેને કેવી રીતે મજબુત બનાવી શકાય તેના પર વિચારમંથન થયું. PM એ કહ્યું કે, જાપાન પૂર્વોત્તર ભારતમાં કેટલીક મહત્વની વિકાસ યોજનાઓ પર કામ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ આગામી વાર્ષિક સમિટ માટે જાપાનનાં વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા અને કોરોનાનાં મુશ્કેલ સમયમાં ચૂંટણી જીતવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.