આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ આખરે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જ ગયા, બંનેના લગ્નના ફોટા પણ સામે આવ્યાં છે. આદિત્ય અને શ્વેતાના લગ્ન મંદિરમાં થયા છે આદિત્ય નારાયણે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા છે. તસવીરોમાં આદિત્ય નારાયણ અને શ્વેતાએ એકબીજાને વરમાળામાં પહેરાવીને હમેશાં માટે પોતાના બનાવી લીધા છે. કોવિડ મહામારીને કારણે આદિત્યએ મંદિરમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું અને ઇસ્કોન મંદિરમાં એકબીજાને વરમાળામાં પહેરાવી.
https://www.instagram.com/p/CIQnzj8hnJ7/?utm_source=ig_web_copy_link
આપને જણાવી દઈએ કે આદિત્ય નારાયણના પિતા અને પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણના જન્મદિવસ પર લગ્ન કરવાનું નક્કી કર્યું. આદિત્ય નારાયણે તેના લગ્ન માટે આછા ગોલ્ડન કલરની શેરવાનીને પસંદ કરી છે. શ્વેતા અગ્રવાલ સિલ્વર લહેંગામાં જોવા મળી હતી. આદિત્ય નારાયણે ગર્લફ્રેન્ડ શ્વેતા સાથેની તસવીર શેર કરીને 3 નવેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ઘોષણા કરી હતી.
https://www.instagram.com/p/CIQfwgUH7Or/?utm_source=ig_web_copy_link
આદિત્ય નારાયણની શોભાયાત્રાની તસવીરો પણ બહાર આવી છે જેમાં ગાયક પિતા ઉદિત નારાયણ અને માતા દીપા સાથે ડાન્સ કરતા જોવા મળે છે.
ફોટા જુઓ-




https://www.instagram.com/p/CIQeq2YBZ9r/?utm_source=ig_web_copy_link
આદિત્ય અને શ્વેતાની પહેલી મુલાકાત 2010 ની હોરર ફિલ્મ ‘શાપિત’ ના સેટ પર થઈ હતી. તે જ સમયે, આ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
