Not Set/ મણિપુર સરકાર પર સંકટનાં વાદળ, બળવાખોર ધારાસભ્યોને દિલ્હી લઇને પહોંચી BJP

એનપીપીનાં ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ મણિપુર સરકાર સંકટનો સામનો કરી રહી છે. મંગળવારે આ ધારાસભ્યોને દિલ્હી લાવવામાં આવ્યા હતા, ધારાસભ્યોની સાથે તેમના પક્ષનાં વડાઓ પણ ભાજપનાં નેતાઓ સાથે જરૂરી ચર્ચા કરવા પહોંચ્યા હતા. દરમિયાન, સીબીઆઈની ટીમ ઇમ્ફાલ પહોંચી, જ્યાં તેમણે કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહનાં ઘરે પૂછપરછ કરી. જણાવી દઇએ […]

India
373920ca4da7b625211d3b86e2f0169c 1 મણિપુર સરકાર પર સંકટનાં વાદળ, બળવાખોર ધારાસભ્યોને દિલ્હી લઇને પહોંચી BJP

એનપીપીનાં ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ મણિપુર સરકાર સંકટનો સામનો કરી રહી છે. મંગળવારે આ ધારાસભ્યોને દિલ્હી લાવવામાં આવ્યા હતા, ધારાસભ્યોની સાથે તેમના પક્ષનાં વડાઓ પણ ભાજપનાં નેતાઓ સાથે જરૂરી ચર્ચા કરવા પહોંચ્યા હતા.

દરમિયાન, સીબીઆઈની ટીમ ઇમ્ફાલ પહોંચી, જ્યાં તેમણે કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહનાં ઘરે પૂછપરછ કરી. જણાવી દઇએ કે, સિંહ મણિપુરનાં રાજ્યપાલને મળ્યા હતા અને ભાજપનાં ત્રણ ધારાસભ્યો સહિત નવ ધારાસભ્યોએ મુખ્ય પ્રધાન એન બિરેન સિંહનો ટેકો પાછો ખેંચ્યા પછી સરકાર પરનાં દાવાને નકારી દીધો હતો.

ત્યારબાદ, બિરેન સિંહની આગેવાનીવાળી સરકાર સંકટમાં આવી ગઇ છે. સૂત્રો કહે છે કે, રાજ્યમાં એનડીએ સરકાર જાળવવા બિરેન સિંહને પણ પદ પરથી હટાવી શકાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ એનઇડીએનાં કન્વીનર હેમંત બિસ્વા સરમા સાથે ઇમ્ફાલમાં નવી રાઉન્ડની વાતચીત બાદ એનપીપીનાં નેતાઓ ભાજપનાં નેતૃત્વવાળી સરકારમાં નેતાને બદલવાની માંગ પર અડગ હતા. આપને જણાવી દઇએ કે, એનપીપીનાં ચાર પ્રધાનો, ભાજપનાં ત્રણ બળવાખોર ધારાસભ્યો, તૃણમૂલ કોંગ્રેસનાં એકમાત્ર ધારાસભ્ય અને અપક્ષ ધારાસભ્યનાં રાજીનામા બાદ બિરેન સિંહ સરકાર સંકટનો સામનો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.