INDIAN NAVY/ ઘાતક INS સંધ્યાક ભારતીય નેવીમાં સામેલ થશે, જાસૂસી કરવામાં અવ્વલ

INS સંધ્યાકનું બંદર અને સમુદ્ર બંનેમાં મોટા પાયે પરીક્ષણો કરવામાં આવ્યા છે. તેમાંના કેટલાકને આ પરીક્ષણોમાંથી (Tests) પસાર થયા બાદ તેને 4 ડિસેમ્બરે ભારતીય નૌકાદળને સોંપવામાં…

Top Stories India
Beginners guide to 14 1 ઘાતક INS સંધ્યાક ભારતીય નેવીમાં સામેલ થશે, જાસૂસી કરવામાં અવ્વલ

New Delhi News: ભારતીય ઉદ્યોગોના સાહસથી ભારતીય નૌકાદળ(Indian Navy) ની સૈન્ય તાકાતમાં વધારો થવાનો છે. શનિવારે વિશાખાપટ્ટનમમાં ઈન્ડિયન નેવીમાં આઈએનએસ સંધ્યાકનો (INS Sandhyak) સમાવેશ કરવામાં આવશે. આ જહાજ સ્ટ્રેટેજીક જળમાર્ગોથી (Strategic Waterway) નૌસેનામાં દેખરેખ રાખશે.

INS Sandhayak, Indian Navy's Hydrographic Survey Ship, To Be Decommissioned  on June 4 After Serving For 40 Years – Defence Stories

કલકતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જીનિયર્સમાં કેટલાય સમયથી તૈયારીઓ કરાઈ રહી છે. તેમાંથી એકને ઔપચારિક રીતે 3 ફેબ્રુઆરીએ ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવશે. INS સંધ્યાકનું બંદર અને સમુદ્ર બંનેમાં મોટા પાયે પરીક્ષણો કરવામાં આવ્યા છે. તેમાંના કેટલાકને આ પરીક્ષણોમાંથી (Tests) પસાર થયા બાદ તેને 4 ડિસેમ્બરે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યા હતા. સમુદ્રી ક્ષેત્રે તાકાતમાં વધારો થવાથી દેશને સ્ટ્રેટેજીક અને રાજકીય (Politically) રીતે ફાયદો થશે.

INS સંધ્યાકની જાણો ખાસિયતો

સંધ્યાકની વિસ્થાપન ક્ષમતા લગભગ 3400 ટન છે. તેની કુલ લંબાઈ 110 મીટર છે.

સંધ્યાક અત્યાધુનિક હાઈડ્રોગ્રાફિક ઉપકરણો જેવાં ડેટા અધિગ્રહમ અને પ્રસંસ્કરણ પ્રણાલી, સ્વાયત્ત અંડરવોટર વાહન, રિમોટ સંચાલિ વાહન, ડીજીટલ સાઈડ સ્કેન સોનારનો ઉપયોગ થયો છે.

2 ડીઝલ એન્જીન દ્વારા સંચાલિત આ વેસેલ 18 સામુદ્રિક મીલથી વધુ ગતિ પ્રાપ્ત કરે છે.

SVL (Survey Vessel Large)ની ભૂમિકા

તેની પ્રાથમિક ભૂમિકા બંદર સુધી પહોંચવાવાળા માર્ગોનું સંપૂર્ણ તટીય અને ડીપ વોટર હાઈડ્રોહગ્રાફિક સર્વેક્ષણ કરવાનું છે.

એસવીએલ રક્ષા અને નાગરિકો માટે સમુદ્ર વિજ્ઞાન અને ભૂભૌતિકીય ડેટા પણ એકત્ર કરશે.

પોતાની ગૌણ ભૂમિકા તરીકે એસવીએલ સુરક્ષા પ્રદાન કરશે. ઈમરજ્નસીમાં હોસ્પિટલની જેમ કાર્યરત રહેશે.

સ્ટ્રેટેજીક પાવરમાં વધારો થવો

આઈએનએસ સંધ્યાકના નિર્માણથી કોવિડ-19 અને અન્ય ભૌગોલિક-રાજકીય પડકારો હોવા છતાં તેને સામેલ કરવામાં આવશે. જે હિંદ મહાસાગરમાં રાષ્ટ્રની તાકાતમાં વધારો કરશે. તેના નિર્માણમાં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત સરકારને જ્યારે આઈએનએસ સંધ્યાક સોંપાશે ત્યારે ભારતીય નૌકાદળ આત્મનિર્ભર ભારત બનાવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Uttarakhand/ ધામી સરકારને યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો

આ પણ વાંચો:લખતર તાલુકામાં ખેડૂતોએ કેનાલમાં ગાબડું પડતાં શેવાળ સાફ કરવાનો વારો આવ્યો

આ પણ વાંચો:હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ