Not Set/ સુપ્રીમ કોર્ટે PM Cares Fund મામલામાં અરજદારોની માંગ ફગાવી

  કોરોના મહામારીનાં સમયે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર્સ ફંડ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, પરંતુ આ ટ્રસ્ટ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. આ ટ્રસ્ટની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેના આધારે કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, પીએમ કેર્સ ફંડમાં જમા કરાયેલા […]

India
bdfdcb75ad4ae4ec0852b36d2838cc43 1 સુપ્રીમ કોર્ટે PM Cares Fund મામલામાં અરજદારોની માંગ ફગાવી
 

કોરોના મહામારીનાં સમયે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર્સ ફંડ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, પરંતુ આ ટ્રસ્ટ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. આ ટ્રસ્ટની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેના આધારે કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, પીએમ કેર્સ ફંડમાં જમા કરાયેલા ભંડોળને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવા નિર્દેશિત કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે આ કેસમાં દાખલ કરેલી અરજીને નકારી કાઠતા કહ્યું હતું કે, ફરીથી નવી રાષ્ટ્રીય હોનારત રાહત યોજનાની જરૂર નથી. જણાવી દઇએ કે, પીએમ કેર્સ ફંડ ટ્રસ્ટ અંગે સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ કેસમાં સુનાવણી 17 જૂને પૂર્ણ થઈ હતી, ત્યારબાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે, પીએમ કેર્સ ફંડમાં એકત્રિત થયેલ નાણાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે.

આ પણ વાંચો- રાષ્ટ્રપતિનાં જાહેરનામા બાદ HRD મંત્રાલયનું નામ થયુ શિક્ષણ મંત્રાલય

આપને જણાવી દઇએ કે, પીએમ કેરેસ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, પીએમ કેર્સ ફંડ પણ ચેરીટી ફંડ છે. તેથી ભંડોળ સ્થાનાંતરિત કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા એનડીઆરએફને પૈસા દાન આપી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નવેમ્બર 2019 માં બનાવેલી એનડીઆરએફ કોરોના સંકટને પહોંચી વળવા માટે પૂરતી છે. કોઈપણ નવા એક્શન પ્લાન અને લઘુત્તમ ધોરણોને અલગ કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કર્યા પછી કહ્યું કે બંને જુદા જુદા છે, અમે પીએમ કેર્સ ફંડનાં નાણાને રાષ્ટ્રીય હોનારત રાહત ભંડોળમાં ટ્રાન્સફર અથવા ફરીથી જમા કરવાનો હુકમ કરી શકે નહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.