જુનાગઢ તોડકાંડ/ તોડકાંડમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની ધરપકડ બાદ DGP શું કહ્યું….જાણો

જૂનાગઢના તોડકાંડ મામલે છેલ્લા ઘણા દિવસથી સસ્પેન્ડેડ પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ATS દ્વારા તરલ ભટ્ટની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 23 તોડકાંડમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની ધરપકડ બાદ DGP શું કહ્યું....જાણો

Ahmedabad News: જૂનાગઢના તોડકાંડ મામલે છેલ્લા ઘણા દિવસથી સસ્પેન્ડેડ પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ATS દ્વારા તરલ ભટ્ટની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દોઢ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. ત્યારે આજે અમદાવાદના રિંગરોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવાઈ છે. અન્ય બે આરોપીઓની પણ ધરપકડ માટે ATS સક્રિય થઈ છે. તો તરલ ભટ્ટની પૂછપરછ હાલ શરૂ કરી દેવાઈ છે. તેમજ અન્ય 2 આરોપીઓની એટીએસ શોધખોળ કરી રહી છે. ગઈકાલે પોલીસે તરલ ભટ્ટના નિવાસ સ્થાને એટીએસે તપાસ કરી હતી.

એટીએસ દ્વારા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન શુક્રવારે ડીજીપી વિકાસ સહાય એટીએસ ઓફિસ પહોંચ્યા હતા. તેઓ એટીએસ ઓફિસે પહોંચીને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. તેમણે કહ્યું કે જૂનાગઢ કેસમાં પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. તરલ ભટ્ટની સઘન પૂછપરછ કરવામાં આવી છે અને આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને બાકીના આરોપીઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસિડેન્સીમાં પાંચમા માળે એટીએસની ટીમે તપાસ કરી હતી. દોઢ કલાક ચાલેલી આ તપસમાં પરિવાર સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ સાથે તરલ ભટ્ટનું ઘર પિતાના નામે હતું. મિલકત અને બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવવામાં આવી છે. ત્યારે આરોપી તરલ ભટ્ટની માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદીત ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું હતું. જૂનાગઢના તોડકાંડમાં તરલ ભટ્ટની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. જે બાદથી તરલ ભટ્ટ અને PI ગોહેલની શોધખોળ શરૂ કરી છે.

મહત્વનું છે કે, જૂનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ એમ ગોહિલ તેમજ એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જુનાગઢમાં એસઓજીની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.

PI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિવાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી. 1 લાખ રૂપિયા ન અપવા પર તાત્કાલીન પીએસઆઈ તરલ ભટ્ટે સલીમને માર માર્યો હતો. હાઈકોર્ટે ઉધડો લેતા તરલ ભટ્ટની અમદાવાદ બહાર બદલીના આદેશ આપ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો:જૂનાગઢ તોડકાંડ કેસમાં ફરાર આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ATSને મળી મોટી સફળતા