Ayodhya Ram Temple/ રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામલલ્લાની પહેલી તસ્વીર આવી સામે, અરુણ યોગીરાજે બનાવી રામલલ્લાની પ્રતિમા

રામ મંદિરમાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેની દેશભરમાં રામ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર ભારતમાં ઉત્સાહ છવાયેલો છે તે

India Top Stories
YouTube Thumbnail 2024 01 19T084728.120 રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામલલ્લાની પહેલી તસ્વીર આવી સામે, અરુણ યોગીરાજે બનાવી રામલલ્લાની પ્રતિમા

રામ મંદિરમાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેની દેશભરમાં રામ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર ભારતમાં ઉત્સાહ છવાયેલો છે તેમજ ભક્તો ભગવાન રામના દર્શન કરવા ભાવુક થઈ રહ્યા છે. 18 જાન્યઆરી, ગુરુવાર એટલે કે ગઈકાલે ગર્ભગૃહમાં પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામલ્લલાની પહેલી તસ્વીર સામે આવી છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. લોકો માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને નિમંત્રણ પત્ર પણ આપી દેવામાં આવ્યા છે. દેશભરના રામ ભક્તોમાં બસ હવે એક જ પળની રાહ જોઈ છે. જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ત્યાર પછી રામ ભક્તો ભગવાન રામના દર્શન કરશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાના પાવન વિગ્રહના દર્શન કરી શકાશે.

ગઈકાલે રામલલ્લાની મૂર્તિને આસન પર સ્થાપિત કરવામાં 4 કલાકથી પણ વધારે સમય લાગ્યો હતો. મંત્રોચ્ચાર અને પૂજન વિધિ સાથે ભગવાન રામની આ પ્રતિમાને આસન પર બિરાજવામાં આવી હતી. આ દરમ્યાન મૂર્તિકાર યોગીરાજ અને કેટલાક સંતો પણ હાજર રહ્યા હતા. હવે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

3.4 ફૂટ ઊંચું છે રામલલ્લાનું આસન

બુધવારની રાત્રે રામ મંદિર પરિસરની અંદર ક્રેનની મદદથી રામલ્લાની મૂર્તિને લાવવામાં આવી હતી. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એમનું આસન બનાવવામાં આવ્યું હતું. રામલલ્લાનું આસન 3.4 ફૂટ ઊંચું છે, જેને મકરાના પત્થરથી બનાવવામાં આવ્યું છે.

ત્રણ મૂર્તિકારે તૈયાર કરી હતી રામલલ્લાની અલગ-અલગ પ્રતિમા

ઉલ્લેખનીય છે કે 1949થી રામલલ્લાની મૂર્તિ ધરાવતા અસ્થાયી મંદિરમાં ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે. બનવાવામાં આવી રહેલા નવા મંદિરમાં લાગેલી મૂર્તિને ત્રણ મૂર્તિકાર દ્વારા બનાવવામાં આવી રહી હતી. મૂર્તિકારોએ અલગ-અલગ પત્થરો પર અલગ-અલગ રીતે કામ કરી મૂર્તિ બનાવી હતી. તેમાંથી બે મૂર્તિકારે કર્ણાટકથી લાવેલા પત્થરમાંથી મૂર્તિ બનાવી હતી જ્યારે ત્રીજા મૂર્તિકારે રાજસ્થાનથી લાવેલી ચટ્ટાનથી મૂર્તિ બનાવી હતી. મૂર્તિઓ પર કોતરકામ જયપુરના મૂર્તિકાર સત્યનારાયણ પાંડે, કર્ણાટકના ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજે કર્યું હતું. જોકે આ ત્રણેય પ્રતિમાઓમાંથી અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને રામ મંદિરમાં બિરાજવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ayodhya Ram Temple/કૃષ્ણના મોરપીંછ પર બિરાજ્યા રામ,જુઓ અદભૂત તસવીરો

આ પણ વાંચો:Ayodhya Ram Temple/નેપાળમાં પણ અયોધ્યાના રામ મંદિરના અભિષેક સમારોહની આતુરતાથી જોવાઈ રહી છે રાહ, ઉજવણીની તૈયારીઓ પૂર્ણ 

આ પણ વાંચો:અયોધ્યા રામમંદિર/અયોધ્યા રામ મંદિર : કેરળનું પદ્મનાભ મંદિર પરંપરાગત અને પૌરાણિક વિશેષ ભેટ મોકલશે