Not Set/ અમદાવાદ/ ડમ્પર ચાલકે રસ્તા પર કાળો કેર વર્તાવ્યો, વાહનોને ટક્કર મારતા 4ના મોત

અમદાવાદમાં દિવસે ને દિવસે મોટા વાહન ચાલકો નાના વાહન ચાલકોને અડફેટે લઇ રહ્યા છે. આવામાં શહેરમાં વધુ એક મોટા વાહન ચાલકે નાના ચારથી વધુ વાહન ચાલકને અડફેટે લીધા હતા જેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે તોડફોડ મચાવતા નાસભાગ મચી […]

Top Stories

અમદાવાદમાં દિવસે ને દિવસે મોટા વાહન ચાલકો નાના વાહન ચાલકોને અડફેટે લઇ રહ્યા છે. આવામાં શહેરમાં વધુ એક મોટા વાહન ચાલકે નાના ચારથી વધુ વાહન ચાલકને અડફેટે લીધા હતા જેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે તોડફોડ મચાવતા નાસભાગ મચી ગઇ હતી. લોકોએ ડમ્પર ચાલકને ઘેરી લઇને માર માર્યો હતો.

મળતી માહિતી અનુસાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે મંગળવારે મોડી રાતે ડમ્પર ચાલકે નાના ચારથી વધુ વાહનોને અડફેટે લીધા હતાં. મહેશ કાર્ટિંગ નામની કંપનીનું ડમ્પર ગઇકાલે મોડી રાતે ખોખરા વિસ્તારમાંથી પસાર થતું હતું. ત્યારે અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા નજીક આવેલા અનુપમ સિનેમા પાસેના રોડ પર ચાર વાહન ચાલકોને અડફેટે લીધા હતાં.

 આ ગોઝારા અકસ્માતમાં રાતે એક મહિલા સહિત બે વ્યક્તિનાં મૃત્યું થયા હતા. જ્યારે આજે વહેલી સવારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બેથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં એક મહિલા સહિત બે યુવકના મોત નીપજ્યાં હતા. આપને જણાવી દઈએ કે બે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી આજે વહેલી સવારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બેથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં માટે ખસેડવામાં આવ્યા છે.

 અમદાવાદ : શહેરનાં ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે મંગળવારે મોડી રાતે ડમ્પર ચાલકે ચારથી વધુ વાહનોને અડફેટે લીધા હતાં. જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતા તેમને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. અકસ્માતને પગલે તોડફોડ મચાવતા નાસભાગ મચી ગઇ હતી. લોકોએ ડમ્પર ચાલકને ઘેરી લઇને માર માર્યો હતો.

અકસ્માત બાદ લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને ડમ્પર ચાલકને માર મારવાનું શરુ કર્યું હતું જો કે બાદમાં સ્થાનિક પોલીસની મધ્યસ્થી બાદ મામલો થાડે પડ્યો હતો. પોલીસનાં 12થી વધુ વાહનો સ્થળ પર પહોંચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.