Gandhinagar News/ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે થયેલી સહમતિ અને સંકલન સમિતિની રચના

Coordination Committee એક સેતુ સમાન કાર્ય કરશે, જે ખેડૂતોની રજૂઆતો અને સરકારના અમલીકરણ તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરશે

Gujarat Gandhinagar
Coordination Committee

Gandhinagar News : ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સંકલન સમિતિ (Coordination Committee) ની રચના કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ, જે ખેડૂતોનું એક સેવાભાવી સંગઠન છે, તેના દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. . આ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકોમાં ખેડૂતોના પ્રશ્નોની વિષદ છણાવટ કરવા માટે સૌ પ્રથમ, 30-12-2025 ના રોજ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી અર્જુન મોઢવાડિયા અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં બેઠક યોજાઈ હતી. ત્યારબાદ, 7-1-2026ના રોજ નાણા મંત્રી કનુ દેસાઈ અને ઉર્જામંત્રીની હાજરીમાં ચર્ચા આગળ વધારવામાં આવી હતી અને અંતે 8-1-2026ના રોજ ફાઇનલ કન્ક્લુડિંગ બેઠક યોજાઈ હતી.

  ‘સંકલન સમિતિ’ (Coordination Committee) ની જીતુ વાઘાણીના અધ્યક્ષપદે રચના કરવામાં આવી

મુખ્ય નિર્ણયો અને અમલીકરણ

* આ બેઠકોના અંતે વિવિધ મુદ્દાઓ પર સહમતિ સાંધવામાં આવી છે.

* સરકાર દ્વારા આ મુદ્દાઓનો સકારાત્મક અને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.

* સ્વીકારાયેલા મુદ્દાઓને અમલમાં લાવવા અને તેનું નિરાકરણ લાવવા માટે મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષપદે એક ‘સંકલન સમિતિ’ (Coordination Committee) ની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નાણામંત્રી કનુ દેસાઈ, અર્જુન મોઢવાડિયા અને ઉર્જામંત્રી ઋષિકેશ પટેલનું સ્થાન રહેશે.

આ મહત્વપૂર્ણ ચર્ચાઓમાં કિસાન સંઘ તરફથી માનનીય જગમલભાઈ, આર.કે. પટેલ, શામળભાઈ, ભુરાભાઈ, ડોક્ટર દાદા લાડ અને અમૃતભાઈ પટેલ હાજર રહ્યા હતા. ખેડૂતોના હિતમાં અને ગુજરાત તેમજ દેશના હિતમાં લેવાયેલા આ નિર્ણયોને સરકારે આવકાર્યા છે.

સંકલન સમિતિ (Coordination Committee) એક સેતુ સમાન કાર્ય કરશે

આ સંકલન સમિતિ (Coordination Committee) એક સેતુ સમાન કાર્ય કરશે, જે ખેડૂતોની રજૂઆતો અને સરકારના અમલીકરણ તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરી પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે માર્ગ મોકળો કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: I.N.D.I.A.ની સંકલન અને ચૂંટણી વ્યૂહરચના સમિતિની પ્રથમ આજે પ્રથમ બેઠક

આ પણ વાંચો: વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ની સંકલન સમિતિની બેઠક દિલ્હીમાં યોજાશે,જાણો શું છે એજન્ડા

આ પણ વાંચો: ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના, હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મુખ્ય સચિવ સહિત 5 વરિષ્ઠ સચિવોની પંચના સભ્યો