Rajkot News/ મિલકત–પેઢી વિવાદને લઈને કિસાન સંઘના પ્રમુખ સુરેશ કણસાગરા પર કરાયો હુમલો

ત્રણ મહિનાથી બંને ભાઈઓ વચ્ચે પૈતૃક જમીન, ખેતરો તેમજ ઘર-વાડાના વિભાજનને લઈને સતત તણાવ ચાલતો હતો. મંગળવારે સાંજે સુરેશ કણસાગરા પોતાના ઘરે હતો ત્યારે હરિ કણસાગરાએ જૂના વિવાદને લઈને ઝઘડો શરૂ કર્યો હતો.

Top Stories Gujarat Rajkot Breaking News
સુરેશ કણસાગરા

Rajkot News: રાજકોટના માલવીયા નગર વિસ્તારમાં મંગળવારે સાંજે પૈતૃક મિલકત અને પેઢીના વિભાજનના વિવાદે એટલુ ઉગ્ર સ્વરૂપ લીધું કે સગા ભાઈએ જ સગા ભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ગુજરાત કિસાન સંઘના પ્રમુખ તરીકે જાણીતા સુરેશ કણસાગરા ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે આરોપી નાનો ભાઈ અને કોંગ્રેસના (Congress) સ્થાનિક આગેવાન હરિ કણસાગરા હાલ ફરાર છે.

સુરેશ કણસાગરા હરિ કણસાગરાએ માર્યો ઢોરમાર

મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી બંને ભાઈઓ વચ્ચે પૈતૃક જમીન, ખેતરો તેમજ ઘર-વાડાના વિભાજનને લઈને સતત તણાવ ચાલતો હતો. મંગળવારે સાંજે સુરેશ કણસાગરા પોતાના ઘરે હતો ત્યારે હરિ કણસાગરાએ જૂના વિવાદને લઈને ઝઘડો શરૂ કર્યો હતો.

3 મહિના જેટલા સમયથી બંને ભાઈઓ વચ્ચે ચાલતો તણાવ

આ ઝગડો એટલો ઉગ્ર બન્યો હતો કે થોડી જ વારમાં હરિ કણસાગરાએ લાકડી, પથ્થર અને ધારદાર હથિયારોથી સુરેશ કણસાગરા પર હુમલો કર્યો હતો. માથા પર, હાથ-પગ પર અનેક ફટકા પડતાં સુરેશ કણસાગરા લોહીથી ખરડાયો અને બેભાન થઈ ગયો હતો. સુરેશ કણસાગરાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.તેમને ગંભીર ઈજા પહોચી છે.સુરેશ  કણસાગરાના પુત્ર વિકાસ કણસાગરાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હરિ કણસાગરા સામે જીવલેણ  હમલની ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ જિલ્લા કલેકટર (Rajkot District Collector) સામે છેલ્લા ત્રણ માસના જમીન પચાવી પાડવાના 181 ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 118 કેસો તપાસ કર્યા વગર પડતાં મુક્વામાં આવ્યા છે.તેમજ જમીન અને મિલકત સંબંધિત ગુનાઓ પણ વધી રહ્યા છે. જોકે, સરકારી તંત્રની બેદરકારીને કારણે જમીન અને મિલકત પચાવી પાડવાનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 90 દિવસમાં, જમીન કે પ્રોપર્ટી પચાવી પાડવા અંગે જિલ્લા કલેક્ટર (District Collector) સમક્ષ 181 ફરિયાદો નોંધાઈ છે. આમ, રાજકોટમાં દરરોજ સરેરાશ બે ફરિયાદો નોંધાય છે. તેની સરખામણીમાં, નિરાકરણની પ્રક્રિયા અત્યંત ધીમી છે. આ મહિને, જમીન પચાવી પાડવાની સમિતિએ લાંબા સમયગાળા પછી થયેલ બેઠકમાં ફક્ત બે કેસમાં પોલીસ ફરિયાદો દાખલ કરવાનો નિર્ણય લીધો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં જમીન પચાવી પાડવામાં 3 મહિનામાં 181 ફરિયાદ,પ્રોપર્ટી હડપવાના કિસ્સા વધ્યા

આ પણ વાંચો:જામનગરમાં NRIની કરોડો રૂપિયાની જમીન પચાવી પડાઈ

આ પણ વાંચો:મહેસાણામાં જમીન પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ