Not Set/ અમદાવાદ/ કોરોનાનાં કારણે મલ્ટિપ્લેક્સને નુકસાન, 10 હજારથી વધુ કર્મચારીઓએ ગુમાવી નોકરી

  કોરોના મહામારીને કારણે મોલ મલ્ટિપ્લેક્સ થિયેટરોને ભારે નુકશાન થયું છે. સમર્ગ દેશમાં જ્યારે કોરોના મહામારીએ પ્રવેશ કર્યો છે અને સંક્રમણ વધ્યુ છે ત્યારે સરકારે સૌ પ્રથમ મોલ મલ્ટિપ્લેક્સ બંધ કર્યા હતા. જે હજી સુધી શરૂ થયા નથી. દેશમાં અનલોક-2 ની સામાપ્તિ થવાની છે અને અનલોક-3 શરૂ થવાનું છે ત્યારે અનેક ઠપ થયેલા, બંધ પડેલા […]

Ahmedabad Gujarat
 

કોરોના મહામારીને કારણે મોલ મલ્ટિપ્લેક્સ થિયેટરોને ભારે નુકશાન થયું છે. સમર્ગ દેશમાં જ્યારે કોરોના મહામારીએ પ્રવેશ કર્યો છે અને સંક્રમણ વધ્યુ છે ત્યારે સરકારે સૌ પ્રથમ મોલ મલ્ટિપ્લેક્સ બંધ કર્યા હતા. જે હજી સુધી શરૂ થયા નથી.

દેશમાં અનલોક-2 ની સામાપ્તિ થવાની છે અને અનલોક-3 શરૂ થવાનું છે ત્યારે અનેક ઠપ થયેલા, બંધ પડેલા ધંધા રોજગારને અમુક શરતોને આધીન ગાઈડલાઈન બહાર પાડીને શરૂ કરવાની પરવાનગી આપીને શરુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી મલ્ટિપ્લેક્સને પરવાનગી આપવામાં આવી નથી. કોરોના મહામારીને કારણે સતત તાળા વાગેલા મલ્ટિપ્લેક્સ 4 મહિના અને 11 દિવસથી બંધ છે. ત્યારે ગુજરાતમાં અંદાજે 250 કરોડથી ઉપર મલ્ટિપ્લેક્સને નુકશાન થયુ હોવાની ભીતિ છે.

મલ્ટિપ્લેક્સ બંધ થતાં થિયેટરોનાં મેન્ટેનન્સ ઉપરાંત વિજ બીલ સહિતનાં અન્ય ખર્ચા સંચાલકોને વધી જતા તેમજ નુકશાન થતા થિયેટરોમાં નોકરી કરી ગુજરાન ચલાવતા 10 હજારથી પણ વધુ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.