ક્રાઈમ/ નાયબ કેલેક્ટરના નામે જાણ બહાર લોન લેવાઈ ગઈ અને લોનની વિગત ચાર વર્ષ બાદ બહાર આવી

એક ઉચ્ચ અધિકારીનાં ડોક્યુમેન્ટનો ઉપયોગ કેવી અને કઈ રીતે કરી દિલ્હી નોઈડા બેઠા બેઠા લોન લેવાઈ તે પણ આઈફોન (iPhone) ખરીદવા તે પણ સાયબર સેલને પણ મુંઝવણમાં મૂકી દે તેવી ઘટના છે.

Top Stories Gujarat Others
નાયબ કેલેક્ટરના

સાયબર ક્રાઈમ હવે આધુનિક અને ડિજિટલ યુગમાં સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. સામાન્ય આદમી તો આમાં છેતરાઈ જાય છે પણ કોઈ ઉચ્ચ અધિકારી તેનો ભોગ બને ત્યારે સમાજ પણ ચોંકી અને સમસમી ઉઠે છે. આવું જ કંઈક બન્યું છે, ભરૂચના નિવાસી અધિક કલેકટર RAC જે.ડી.પટેલ સાથે. તેઓ કોઈ સાયબર ક્રાઈમનો ભોગ નથી બન્યા પણ તેમના નામ, આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે તેમની સાથે રૂ.85,990ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

નાયબ કેલેક્ટરના

વધુ વિગત અનુસાર ભરૂચના RAC જયસુખ ધીરૂભાઈ પટેલે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર છેતરપિંડીનો મામલો ઘણો સંદિગ્ધ છે. એક ઉચ્ચ અધિકારીનાં ડોક્યુમેન્ટનો ઉપયોગ કેવી અને કઈ રીતે કરી દિલ્હી નોઈડા બેઠા બેઠા લોન લેવાઈ તે પણ આઈફોન (iPhone) ખરીદવા તે પણ સાયબર સેલને પણ મુંઝવણમાં મૂકી દે તેવી ઘટના છે. વાત છે RAC જે. ડી. પટેલ ભરૂચ HDFC બેંકમાં હોમ લોન લેવા માટે ઇન્કવાયરી કરવા ગયા હતાં. જેમાં તેઓના નામે માતબર લોન રૂ.85,990 ની ચાલતી હોવાનું બેંકે જણાવતા તેઓ શોક થઈ ગયા હતા. સીબીલ સ્કોર ચેક કરાવતા ખબર પડી કે તેમના નામે વર્ષ 2018 માં 29 મે ના રોજ નોઈડા IDFC ફર્સ્ટ બેંકમાંથી લોન લેવાઈ હતી. જે એક આઈફોન લેવા રૂ.85,990ની લોનમાં તેમના નામ, આધાર કાર્ડ પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે તમામ હકીકત તેમને અંક્લેશ્વરમાં આવેલી IDFC ફર્સ્ટ બેંકની બ્રાન્ચમાં તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો : ઘોઘંબા તાલુકાનાં ચેકડેમમાં રેતીની થેલીઓ મૂકી કરાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સરકાર કરે ભ્રષ્ટ્રાચાર નાબુદીની વાતો અને આ લોકો કરશે ભ્રષ્ટાચાર