ગુજરાત/ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે કોઇ મતભેદ નહીં : પૂર્વ સી.એમ રૂપાણીની સ્પષ્ટતા

રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ રોજ સુરત ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, તેમની અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી.

Gujarat Surat
કોઈ મતભેદ નથી. પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે કોઇ મતભેદ નહીં : પૂર્વ
  • રાજકોટ એપિસોડ બાદ પૂર્વ સી.એમએ મૌન તોડયું
  • કાર્યકર્તા તરીકે CR પાટીલને મારો સહકારઃ રૂપાણી
  • અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ
  • પ્રદેશ અધ્યક્ષને મારો સંપૂર્ણ સહકાર છે
  • સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છે

રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ રોજ સુરત ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, તેમની અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી. અમે સાથી કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મારો સંપૂર્ણ સહકાર છે. હું સાથી કાર્યકર્તા તરીકે તેમની સાથે કામ કરીએ છીએ.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ અચાનક આપેલા રાજીનામાં બાદ અવાર નવાર બંને નેતાઓ વચ્ચે મતભેદ હોવાનું સપાટી ઉપર આવ્યું છે. પરંતુ શિસ્તબધ્ધ ભાજપ દ્વારા હમેશા તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પ્રદેશ અધ્યક્ષ રાજકોટ ખાતે આવ્યા હતા.  સુરતના પાટીલ રાજકોટ આવી રહ્યા હતા અને બીજી તરફ રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સુરત ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા નીકળી ગયા હતા. જેને લઈ ને બંને વચ્ચે મતભેદ હોવાની વાતો વહેતી થઈ હતી. જો કે આજ રોજ પૂર્વ મુખ્યમંત્રીએ આ વાતને રદિયો આપતું નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય  છે કે હાલમાં ભાજપ આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં તૈયારીઓમાં લાગી ગઈ છે. નોધનીય છે કે, 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 117 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જે 2017ની ચૂંટણી ઘટીને 99 પર પહોંચી ગઈ. જ્યારે કોંગ્રેસને 2007માં 59 બેઠકો મળી હતી, જે 2017ની ચૂંટણીમાં વધીને 77 પર પહોંચી ગઈ.

 

 

આગ / અમરેલીમાં રહેણાંક મકાનમાં લાગી આગ, માતા અને બે દીકરીઓના મોત

મહત્વનો નિર્ણય / દિલ્હીમાં મેટ્રો અને બસ ધમધમશે, હવે 100 ટકા ક્ષમતા સાથે દોડશે બસ અને મેટ્રો..