દિલ્હીના મુલાફરો હવે મેટ્રો અને બસમાં ઉભા રહીને પણ મુસાફરી કરી શકશે. દિલ્હીમાં વધતા જતા પ્રદુષણને કંટ્રોલ કરવા DDMAને દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :અમિતાભ બચ્ચને પાન મસાલા બ્રાન્ડને મોકલી લીગલ નોટિસ, જાણો કેમ…
દિલ્હી મેટ્રોમાં બેસીને 100 ટકા ક્ષમતા સાથે મુસાફરી કરી શકશે. આ ઉપરાંત 30 મુસાફરો એક કોચમાં ઉભા રહીને પણ મુસાફરી કરી શકશે. આ સિવાય દિલ્હીમાં બસોમાં ઉભા રહેવાની પણ મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ સંબંધમાં આદેશ જારી કર્યો છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતાં વધુ લોકો મુસાફરી કરી શકે.
આ પણ વાંચો :22 નવેમ્બરે દિલ્હી જશે મમતા બેનર્જી, વરુણ ગાંધી અને PM મોદીને મળશે તેવી ચર્ચા
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા DDMAએ દિલ્હી મેટ્રો અને બસમાં ઉભા રહીને મુસાફરી કરવાની પરવાનગી આપી છે. મેટ્રોના દરેક કોચમાં 30 મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી શકશે. મુસાફરો બસની સીટ ક્ષમતાના 50 ટકા સુધી ઉભા રહીને મુસાફરી કરી શકશે. અત્યાર સુધી માત્ર 100 ટકા બેઠક ક્ષમતા પ્રમાણે જ મુસાફરી કરી શકતા હતા.
આ પણ વાંચો : S-400 મિસાઈલથી અભેદ્ય બનશે ભારત, દુશ્મનની મિસાઈલને પારખી કરશે ખાત્મો
આપને જણાવી દઈએ કે, કોરોના રોગચાળાને કારણે મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે લોકોએ પ્રદૂષણમાં ખાનગી વાહનને બદલે બસ અને મેટ્રોનો ઉપયોગ કરે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :યુપી ચૂંટણી પહેલા યોગીના ખભા પર PM મોદીનો હાથ, CM ધ્યાનથી સાંભળતા જોવા મળ્યા
