ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે. રાજકીય પક્ષો એકબીજા પર નિશાન સાધવાની કોઈ તક છોડતા નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિંદુ-મુસ્લિમના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારને ઘેરી છે.રાહુલ ગાંધીએ કોઈ પક્ષ કે નેતાનું નામ લીધા વગર ટ્વિટ કર્યું અને કહ્યું કે, તમે સમાજના કોઈપણ વર્ગના નથી, માત્ર મિત્રોના. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે સપા પર હુમલો કર્યો હતો. સમાજવાદી પાર્ટીનું નામ લીધા વગર તેમણે આરોપ લગાવ્યો હતો કે અબ્બાજાન કહેનારાઓ ગરીબોની નોકરી લૂંટતા હતા. અનાજ પચાવી પાડતા હતા , અનાજ નેપાળ અને બાંગ્લાદેશ પહોંચાડી દેવામાં આવતું.
तुम हिंदू सिख ईसाई न मुसलमान के हो
बस मित्रों के हो, ना देश ना इंसान के हो।
— Rahul Gandhi (@RahulGandhi) September 13, 2021
અગાઉ પણ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે જો દેશના યુવાનોને રોજગારી છે, તો ત્યાં વિકાસનો અર્થ થાય છે, પરંતુ જો યુવાનો બેરોજગાર ભટકતા હોય અને આજીવિકા માટે તડપતા હોય, તો આવા વિકાસનો કોઈ અર્થ નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મોદી સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે અને કરોડો યુવાનો તેમની ખોટી નીતિઓનો ભોગ બની રહ્યા છે.
