Not Set/ કેન્દ્ર સરકારે ફરી એકવાર ખોલી સરકારી તિજોરી, મે અને જૂન મહિનામાં ગરીબોને આપશે મફત અનાજ

કોરોનાવાયરસની બીજી લહેરને કારણે દેશની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. ભારતમાં કોરોનાવાયરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોગચાળાને પહોંચી વળવા પીએમ મોદીએ આજે ​​11 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

Top Stories India
  • કેન્દ્ર સરકારનો ગરીબો માટે મોટો નિર્ણય
  • ભારત સરકાર ગરીબોને મફત અનાજ આપશે
  • 5 કિલો અનાજ મફત આપશે સરકાર
  • 26 હજાર કરોડના ખર્ચે સરકાર મફત અનાજ આપશે

કોરોનાવાયરસની બીજી લહેરને કારણે દેશની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. ભારતમાં કોરોનાવાયરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોગચાળાને પહોંચી વળવા પીએમ મોદીએ આજે ​​11 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પીએમ મોદીએ મુખ્ય પ્રધાનો પાસેથી તેમના રાજ્યની સ્થિતિ વિશે માહિતી લીધી. દરમિયાન, કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ રોગચાળા વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર સરકારી તિજોરી ખોલી છે.

મોટા સમાચાર / કોવિડની સારવારમાં રાહતનાં સમાચાર, ઝાયડસની વિરાફીનને DCGI એ આપી મંજૂરી

કોરોના મહામારીનાં વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ મે અને જૂનમાં મફત અનાજનું વિતરણ કરવામાં આવશે. આશરે 80 કરોડ ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળશે. મળતી માહિતી મુજબ ભારત સરકાર આ પહેલ પર 26,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે. વડા પ્રધાને શુક્રવારે કહ્યું હતું કે, દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે ગરીબોને પૌષ્ટિક અનાજ મળે તે ખૂબ મહત્વનું છે. કેન્દ્ર સરકાર આ યોજના પર 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે લોકડાઉન સમયે વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લોકોને અનાજ વિતરણ કરાયું હતું.

રાજકારણ / રાહુલનો કટાક્ષ- દેશમાં ઓક્સિજન-ICU બેડનાં અભાવે થઇ રહ્યા છે લોકોનાં મોત

વડા પ્રધાને આજે કોરોનાવાયરસનાં વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખતા 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યોની નવીનતમ પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. વાયરસ એક સાથે દેશનાં કેટલાક રાજ્યોમાં ઝડપથી ફેલાયો છે તે જોતાં, પીએમ મોદીએ આ મહામારી સામે લડવા માટે સામૂહિક તાકાત સાથે મળીને કામ કરવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે મહામારીનાં પ્રથમ લહેર દરમિયાન, ભારતની સફળતાનો સૌથી મોટો આધાર આપણા સંયુક્ત પ્રયાસો અને સંયુક્ત વ્યૂહરચના જ હતી, આપણે ફરી એકવાર સાથે આવીને તેની વિરુદ્ધ લડવાનું છે.