Ahmedabad News/ અમદાવાદમાં ભયાનક અકસ્માત, ટ્રકની ટક્કરે સ્કૂટર સવાર મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત

ચાંદલોડિયા વિસ્તારના રહેવાસી 45 વર્ષીય ગાયત્રી પ્રજાપતિ તેમના પતિ મનોજ સાથે સ્કૂટર પર તેમના જમાઈને મળવા માટે પાંજરાપોળની હોસ્પિટલમાં જઈ રહ્યા હતા.

Top Stories Gujarat Breaking News
અકસ્માત

Ahmedabad News:અમદાવાદના વાળીનાથ ચોક પાસે ડમ્પ ટ્રક અને સ્કૂટર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી  છે, જેમાં એક મહિલાનું માથું છૂંદાઈ ગયું હતું. આ ઘટના સમયે દંપતી તેમના જમાઈને મળવા જઈ રહ્યું હતું.આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ હતી. અમદાવાદ શહેરના વાળીનાથ ચોક વિસ્તારમાં 13 ડિસેમ્બરની સાંજે એક ખૂબ જ દુ:ખદ અકસ્માત થયો હતો. ચાંદલોડિયા વિસ્તારના રહેવાસી 45 વર્ષીય ગાયત્રી પ્રજાપતિ તેમના પતિ મનોજ સાથે સ્કૂટર પર તેમના જમાઈને મળવા માટે પાંજરાપોળની હોસ્પિટલમાં જઈ રહ્યા હતા.

 દંપતી વાળીનાથ ચોક નજીક BRTS બસ સ્ટેન્ડ પર પહોંચ્યા, ત્યારે પાછળથી ઝડપથી આવી રહેલા AMC ટ્રક ચાલકે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. અચાનક લાગેલી ટક્કરથી દંપતી રસ્તા પર પટકાયા હતા.

જ્યાં ગાયત્રી પડી જતાં ટ્રકનું પાછળનું વ્હીલ તેના માથા પર ફરી વળ્યું હતુ. માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પતિ મનોજને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જોકે આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતના સમાચાર મળતાં જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ડમ્પ ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી છે.આપને જણાવી દઈએ મૃતક ગાયત્રી ગૃહિણી હતી અને તેના પરિવારમાં 12 અને 23 વર્ષની બે પુત્રીઓ છે. આ અકસ્માતે તેની પુત્રીઓને માતા વિહોણી કરી દીધી છે, જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બે અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચો: અમદાવાદમાં વંદે માતરમ જનરક્ષક PCR દ્વારા સર્જાયો અકસ્માત, પાર્ક કરેલી કારને 10 ફૂટ દૂર ફગાવી

આ પણ વાંચો: અમદાવાદમાં વંદે માતરમ જનરક્ષક PCR દ્વારા સર્જાયો અકસ્માત, પાર્ક કરેલી કારને 10 ફૂટ દૂર ફગાવી