Junagadh News/ જૂનાગઢના ભવનાથનો સાધુઃ સાઇબર ક્રાઇમના ગુનાનો સૂત્રધાર

સાયબર ક્રાઇમ પાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, કલ્યાણગીરી યુવાનોને તેમના નામે બેંક ખાતા ખોલવા માટે લલચાવતો હતો. આ ખાતાઓનો ઉપયોગ કપટપૂર્ણ ભંડોળ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો, અને બદલામાં યુવાનોને કમિશન આપવામાં આવતું હતું.

Top Stories Gujarat Others Breaking News

Junagadh News: કહેવત છે કે સોનું જોઈ મુનિવર ચળે, આ કહેવત ફરીથી એક વખત સાબિત થઈ છે. ગુજરાતમાં સાઇબર ક્રાઇમ(Cyber Crime) ના કેસનું પગેરું છેવટે એક સાધુની ધરપકડ સુધી દોરી ગયું છે. જૂનાગઢના ભવનાથ જેવા સ્થાનકમાં ગૌશાળાનો સાધુ સાઇબર ક્રાઇમમાં સંડોવાયેલો નીકળતા ચકચાર મચી ગઈ છે. પોલીસ પૂછપરછમાં ગૌશાળાના સાધુ કલ્યાણગીરીએ ખુલાસો કર્યો કે તે 40 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી (Fraud) માં સંડોવાયેલો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને કાર્યવાહી શરૂ કરી છે.

સાઇબર ક્રાઇમ

સાઇબર ક્રાઇમ અંગે પોલીસ અધિકારી રવિરાજ પરમારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી સાધુએ જે બેંક ખાતામાંથી (Mule Account) આ છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેની વિરુદ્ધ આઠ અલગ અલગ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે. કલ્યાણગીરીના બેંક ખાતામાં થતા શંકાસ્પદ વ્યવહારોના આધારે સાયબર છેતરપિંડીના નેટવર્કની તપાસ સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરી છે.

આ અંગે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કલ્યાણગીરી દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા સાયબર છેતરપિંડીના નેટવર્ક (Network) સાથે જોડાયેલ હોઈ શકે છે. કેરળના ગૌશાળાના મેનેજર કલ્યાણગીરીની છેલ્લા બે દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને આ સમયગાળા દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ તારણો બહાર આવવાની આશા છે.

બેન્ક ખાતાનો દૂરુપયોગ

સાયબર ક્રાઇમ (Cyber Crime) તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, કલ્યાણગીરી યુવાનોને તેમના નામે બેંક ખાતા ખોલવા માટે લલચાવતો હતો. આ ખાતાઓનો ઉપયોગ કપટપૂર્ણ ભંડોળ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો, અને બદલામાં યુવાનોને કમિશન આપવામાં આવતું હતું.

સાયબર છેતરપિંડી કેસમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પોલીસ વધુ આરોપીઓની ધરપકડ કરી શકે છે. સાયબર ક્રાઈમ પોલીસ હાલમાં કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે, જેમાં બેંક એકાઉન્ટ્સ, ડિજિટલ વ્યવહારો અને આરોપીઓના જોડાણોનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેશભરમાં ધૂમ મચાવતી સાયબર ગેંગ ઝડપાઈ: જૂનાગઢમાંથી 50 કરોડ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ, 200 બેંક એકાઉન્ટ ભાડે લઈને કર્યુ કૌભાંડ

આ પણ વાંચો: ભવનાથની ગૌશાળાનો સાધુ કલ્યાણગીરીની સાઇબર ક્રાઇમના ગુનામાં ધરપકડ

આ પણ વાંચો: 253 કરોડના સાઇબર ક્રાઇમમાં જૂનાગઢના બેન્ક ખાતાનો ઉપયોગ, આઠની ધરપકડ