Iran US Conflict 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક લશ્કરી તણાવ વચ્ચે અમેરિકા અને ઇરાન વચ્ચેના રાજદ્વારી સંબંધો બિલકુલ તળિયે પહોંચી ગયા છે. ઇરાનના પરમાણુ કાર્યક્રમ, અમેરિકાના કડક આર્થિક પ્રતિબંધો અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે ઇરાનના(Iran) સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇએ (Mojtaba Khamenei) અમેરિકાની વૈશ્વિક સૈન્ય તાકાત અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર સીધા આકરા પ્રહારો કર્યા છે. ખામેનેઇએ અમેરિકાના સૈન્ય ગૌરવને પડકારતાં એક અત્યંત કડક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
પોતાની સુરક્ષાના ઠેકાણા નથી, તે બીજાને શું બચાવશે?
ઇરાનના (Iran) સુપ્રીમ લીડરે પશ્ચિમ એશિયામાં તૈનાત અમેરિકી સૈન્ય મથકો (Military Bases) પર નિશાન સાધતા કહ્યું કે, “જે અમેરિકન મિલિટરી બેઝ પાસે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ક્ષમતા નથી, તેઓ બીજા દેશોની સુરક્ષા કરવાનો ખોટો દાવો કેવી રીતે કરી શકે? જ્યારે અમેરિકી સૈન્ય મથકો જ પોતે સુરક્ષિત નથી, ત્યારે તે એવા સાથી દેશોની રક્ષા કેવી રીતે કરશે જેઓ આંખો બંધ કરીને તેમના પર નિર્ભર છે અથવા જેઓ અમેરિકાની અંધભક્તિ કરે છે.”
પશ્ચિમ એશિયામાં પાવર બેલેન્સ બદલવાનો પ્રયાસ
સંરક્ષણ નિષ્ણાતોના મતે, હોર્મુઝ અને ઓમાનના સમુદ્રમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ખામેનેઇના આ નિવેદનને એક મોટા કૂટનીતિક અને રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે:
ઇરાની (Iran) નેતૃત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે એવો સંદેશ આપવા માંગે છે કે મિડલ ઇસ્ટમાં હવે અમેરિકાનો સૈન્ય પ્રભાવ પહેલા જેવો મજબૂત રહ્યો નથી અને પ્રાદેશિક શક્તિનું સંતુલન (Power Balance) બદલાઈ રહ્યું છે.
બીજી તરફ, અમેરિકા અને તેના સાથી દેશોનું સ્પષ્ટ માનવું છે કે પશ્ચિમ એશિયામાં ઇરાનના આક્રમક વલણને રોકવા અને વૈશ્વિક તેલ પુરવઠો સુરક્ષિત રાખવા માટે યુએસ આર્મીની હાજરી અનિવાર્ય છે. જોકે, ઇરાન આ નિવેદન દ્વારા સાબિત કરવા માંગે છે કે તે ટ્રમ્પ પ્રશાસનની લશ્કરી નાકેબંધી કે કોઈપણ દબાણ સામે ઝૂકવાનું નથી.

