Gujarat News/  વાપીમાં CGST નો ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો

ટેક્સની નોટીસનો નિકાલ કરી આપવા 40 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ફસાયો

Top Stories Gujarat
Gujarat News : આ કેસની વિગત મુજબ ફરીયાદી  ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવતા હતા. જે પેઢીનો સને ૨૦૨૦-૨૧ ના વર્ષનો સેન્ટ્રલ જી.એસ.ટી તથા સ્ટેટ જી.એસ.ટી. ટેક્ષ તેમણે ભરેલો હતો.. તેમ છતા સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરીયાદીની પેઢીના સી.જી.એસ.ટી. તથા એસ.જી.એસ.ટી.ના રૂપિયા ભરવા બાબતે નોટીસ મળી હતી.
આથી ફરીયાદી સી.જી.એસ.ટી. કચેરી, વાપી ખાતે જઇ CGST ઈન્સ્પેક્ટર યશવંત આર.ગેહલોતને મળ્યા હતા. ગેહલોતે ફરીયાદીની પેઢીને ટેક્ષ બાબતે આપેલ નોટીસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂા.૪૦,૦૦૦/- ની માંગણી કરતા જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
જેને આધારે એસીબીના અધિકારીઓે વાપીની સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરેલ જે લાંચના છટકા દરમ્યાન આરોપી યશવંત ગેહલોત  ફરીયાદી પાસેથી રૂા.૪૦,૦૦૦/- ની લાંચ સ્વીકારી પકડાઇ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેવભૂમિદ્વારકા જિલ્લામાંથી ઝડપાયું ડ્રગ્સ, બે દિવસ પહેલા 16 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું

આ પણ વાંચો: ડ્રગ્સ વેંચી રૂપિયા કમાવાની લતે ચડયો આખો પરિવાર, બે પુત્રોની ધરપકડ બાદ હવે માતાની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: દરિયામાંથી પકડાયેલા 60 કરોડના હશીશનો કેસ