Lifestyle News/ મોંઘા ફેસિયલ ભૂલી જશો! આ 8 પૌષ્ટિક બીજ ચહેરાના ખીલ અને ડ્રાયનેસ દૂર કરી આપશે કુદરતી ચમક

ગ્લોઇંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે મોંઘા કેમિકલ પ્રોડક્ટ્સના બદલે ડાયેટમાં પૌષ્ટિક બીજ (Seeds) સામેલ કરો. ચિયા, અળસી, તલ અને સૂર્યમુખીના બીજના એન્ટીઑક્સિડન્ટ ફાયદાઓ વિશે વાંચો.

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle
Seeds

Seeds For Glowing Skin: આજકાલ બજારમાં મળતા મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સ, મોઇશ્ચરાઇઝર ક્રીમ અને સીરમ પાછળ હજારો રૂપિયા ખર્ચવા છતાં ચહેરા પર એ અસલી ગ્લો નથી આવતો. તેનું મુખ્ય કારણ એ છે કે ત્વચાની અસલી ચમક માત્ર બહારથી પ્રોડક્ટ્સ લગાવવાથી નહીં, પરંતુ શરીરને અંદરથી મળતા શુદ્ધ પોષણથી આવે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, કોઈ એકાદ સુપરફૂડ રાતોરાત ચમત્કાર નથી કરતું, પરંતુ જો તમે તમારા નિયમિત આહારમાં પૌષ્ટિક બીજ (Seeds) નો સમાવેશ કરો, તો તે ત્વચાને કુદરતી મોઇશ્ચર, હેલ્ધી ફૅટ્સ, એન્ટીઑક્સિડન્ટ્સ, ઓમેગા-3 અને ઝિંક જેવા તમામ જરૂરી તત્વો પૂરા પાડે છે. હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે કયા 8 સીડ્સ બેસ્ટ છે, ચાલો જાણીએ.

ત્વચા માટે પાવરહાઉસ સમાન 8 પૌષ્ટિક સીડ્સ

Pumpkin Seeds

કદુના બીજ

કદુના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ(Pumpkin Seeds) ઝિંક (Zinc) નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. ઝિંક ત્વચાના ડેમેજ સેલ્સને કુદરતી રીતે રિપેર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. હેલ્ધી સ્કિન માટે આ એક સુપરફૂડ છે, જેને તમે સાંજના નાસ્તામાં, સલાડમાં અથવા તો સવારની હેલ્ધી સ્મૂધીમાં ઉમેરીને ખાઈ શકો છો.

Chia and Flax Seeds

ચિયા અને અળસીના બીજ

ચિયા સીડ્સ અને અળસીના બીજ(Chia and Flax Seeds) ઓમેગા-3 ફેટી એસિડથી (Omega-3 Fatty Acids) ભરપૂર હોય છે. આ બંને બીજ ત્વચાનું કુદરતી મોઇશ્ચર જાળવી રાખવામાં અને ડ્રાયનેસ (રૂખાપણું) દૂર કરવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. તેને પાણીમાં પલાળીને, દહીં, ઓટ્સ કે સ્મૂધીમાં મિક્સ કરીને ખાઈ શકાય છે.

Sunflower Seeds

સૂર્યમુખીના બીજ

સૂર્યમુખીના બીજમાં વિટામિન E અને એન્ટીઑક્સિડન્ટ ગુણો પ્રચંડ માત્રામાં જોવા મળે છે. તે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન, પ્રદૂષણ અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે ઢાલ બનીને રક્ષણ આપે છે, જેથી ચેહરા પર વહેલી કરચલીઓ પડતી નથી.

Sesame and Hemp Seeds

તલ અને હેમ્પ સીડ્સ(Seeds)

તલ અને હેમ્પ સીડ્સ (Seeds)(ભાંગના બીજ) હેલ્ધી ફૅટ્સ, કેલ્શિયમ, પ્રોટીન અને એન્ટીઑક્સિડન્ટ્સનું પાવરહાઉસ છે. ત્વચાની ચમક વધારવાની સાથે સાથે લાંબા, કાળા અને ઘટ્ટ વાળની સુંદરતા માટે આ બીજ આશીર્વાદરૂપ માનવામાં આવે છે. તેને સરળતાથી સલાડ પર અથવા રોટલી કે શાકના વઘારમાં વાપરી શકાય છે.

Pomegranate and Watermelon Seeds

અનાર અને તડબૂચના બીજ

અનાર (દાડમ) ના દાણામાં પૉલીફેનોલ્સ જોવા મળે છે, જ્યારે તડબૂચના બીજ (Seeds) મેગ્નેશિયમ અને ઝિંકનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં આ બંને વિકલ્પો સ્વાદ અને એન્ટી-એજિંગ પોષણનું અદભુત મિશ્રણ પૂરું પાડે છે. તે શરીરને જરૂરી એવા સૂક્ષ્મ પોષકતત્વો (Micro-nutrients) આપીને ત્વચાને અંદરથી એકદમ કાચ જેવી સાફ અને ગ્લોઇંગ રાખે છે.


આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર