Mantavya Vishesh: 1980માં મતદાર યાદીમાં નામ… 1982માં નામ હટ્યું… અને 1983માં ભારતીય નાગરિકતા મળી! સોનિયા ગાંધી સાથે જોડાયેલા આ જૂના મતદાર વિવાદમાં (Sonia Gandhi voter controversy) હવે ફરી કોર્ટની એન્ટ્રી થઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court) અગાઉનો મેજિસ્ટ્રેટ કોર્ટનો આદેશ રદ કરીને સમગ્ર મામલે નવેસરથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. એટલે એક વર્ષ પહેલાં જ્યાં કેસ અટકી ગયો હતો, ત્યાંથી હવે ફરી કાયદાકીય કાર્યવાહી શરૂ થશે.
Sonia Gandhi voter controversy: સોનિયા ગાંધીના મતદાર વિવાદમાં મોટો વળાંક
આ સમગ્ર મામલો 1980ની મતદાર યાદીને લઈને છે. ફરિયાદી વકીલ વિકાસ ત્રિપાઠીનો આરોપ છે કે સોનિયા ગાંધીનું નામ 1980માં નવી દિલ્હી સંસદીય મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, જ્યારે ફરિયાદ મુજબ તેમણે 30 એપ્રિલ 1983ના રોજ ભારતીય નાગરિકતા (Sonia Gandhi citizenship case) મેળવી હતી. ફરિયાદમાં એવો પણ દાવો છે કે 1982માં નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યું અને 1983માં ફરી સામેલ કરવામાં આવ્યું. એટલે મુખ્ય સવાલ એ છે કે તે સમયે મતદાર યાદીમાં નામ દાખલ અને ફરી દાખલ કરવાની પ્રક્રિયા કયા આધાર પર થઈ હતી?
11 સપ્ટેમ્બર 2025ના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટે સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર અને પોલીસ તપાસની માગ ફગાવી હતી. ત્યારે કોર્ટએ કહ્યું હતું કે ફરિયાદમાં પૂરતા અને નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી અને 1980ની મતદાર યાદી માટે રજૂ કરાયેલી નકલ પણ પ્રમાણિત દસ્તાવેજ નહોતી. પરંતુ હવે રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે અગાઉના આદેશમાં 1980માં નામ કેવી રીતે ઉમેરાયું, 1982માં કેમ હટ્યું અને 1983માં ફરી કેવી રીતે ઉમેરાયું જેવા મહત્વના મુદ્દાઓ પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવ્યો નહોતો. તેથી જૂનો આદેશ રદ કરીને મામલો ફરી મેજિસ્ટ્રેટ પાસે મોકલવામાં આવ્યો છે.
હવે સૌથી મહત્વની વાત …આ કોર્ટના આદેશનો અર્થ એવો નથી કે સોનિયા ગાંધી સામેના આરોપો સાબિત થઈ ગયા છે. હાલ કોર્ટએ માત્ર અગાઉનો આદેશ રદ કરીને ફરિયાદ પર કાયદા મુજબ નવેસરથી વિચાર કરવાનો રસ્તો ખોલ્યો છે. મેજિસ્ટ્રેટ હવે ફરિયાદી પક્ષની દલીલો અને ઉપલબ્ધ સામગ્રીને ધ્યાનમાં લઈને નવો કારણસભર આદેશ આપશે. આ કેસની આગામી સુનાવણી 29 સપ્ટેમ્બરે થવાની છે. એટલે હવે નજર રહેશે કે આ વખતે કોર્ટ આ સમગ્ર 1980થી 1983ની મતદાર યાદીની કડીને કેવી રીતે જુએ છે.
આ પણ વાંચો: તમારું SIM કોઈ બીજું વાપરે છે? હવે ભૂલ ભારે પડી શકે!
આ પણ વાંચો: ‘બાબરના અનુયાયીઓ’ કોણ? યોગીના એક નિવેદને કેમ મચાવી ચર્ચા?
આ પણ વાંચો: ‘બોલ માડી અંબે’ના નાદથી ગુંજી અંબાજીની ધરતી!
