પેરિસ
પ્રિયંકા ચોપરા આજે એટલે કે 18 જુલાઈના રોજ 36 વર્ષની થઇ ચુકી છે. અહેવાલોનું માનવામાં આવે તો તેના જન્મદિવસની ઉજવણી શરૂ થઈ છે. એવું કહેવામાં આવે છે કે ‘બેવૉક’ અભિનેત્રી તેના જન્મદિવસને તેના કથિત બોયફ્રેન્ડ નિક જોનસ સાથે માનવી રહી છે. સિંગર નિક જોનસે તાજેતરના સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કાર્ય છે અને તે જોઇને લાગી રહ્યું છે કે, આ બન્ને લવબર્ડ્સ પોરિસમાં આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા છે.

આ દિવસને લઈને હાલ પ્રિયંકા ખૂબ ઉત્સાહિત છે, તેમણે કેકની ફોટો શેર કરી છે. આ કેક પર ‘હેપી બર્થડે પ્રિયંકા’ લખ્યું છે અને સાથે સાથે કૅપ્શંસમાં લખ્યું કે આ શરૂ થઇ ગયું.’

તે જ સમયે મુંબઈમાં એક પ્રખ્યાત બેકરી દુકાનમાં પ્રિયંકા અને તેના ડોગ ડાયેનાને લઈને ખાસ કપકેક બનાવ્યાં છે. આ કપકેક ખૂબ જ સુંદર છે અને રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા જન્મદિવસની ઉજવણીના બે દિવસ પછી મુંબઈ પરત આવશે. ટૂંક સમયમાં જ તે ‘ભારત’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં સલમાન ખાન તેમની સાથે મુખ્ય ભૂમિકામાં હશે અને સાથે સાથે આ ફિલ્મમાં દિશા પાટની પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આ સાથે, તે ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિંક’ નું પણ શૂટ શરુ કરશે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર તેમની સાથે છે. પીસી ઝાયર વાસીમની માતાની ભૂમિકા ભજવશે. પ્રિયંકા પણ ‘ધી સ્કાઈ ઇઝ પિંક’ માટેના ફીસની જગ્યાએ તેના પ્રોફિટમાંથી ભાગ લે તેવી શક્યતા છે. જો કે, સત્તાવાર રીતે આ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી.
