Not Set/ ટીવીની ટોચની આ અભિનેત્રીને સલમાનખાને કોનાથી દૂર રહેવાની આપી હતી સલાહ..

ટીવી સિરિયલોના શોખીન લોકોમાં ભાગ્યે જ કોઈ હશે, જે રશ્મિ દેસાઈને જાણતા ન હોય. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે

Entertainment

ટીવી સિરિયલોના શોખીન લોકોમાં ભાગ્યે જ કોઈ હશે, જે રશ્મિ દેસાઈને જાણતા ન હોય. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. 2008માં ટીવી સિરિયલ ‘ઉતરન’થી જબરદસ્ત લોકપ્રિયતા મેળવીને રશ્મિ ટૂંક સમયમાં જ સૌથી મોંઘી ટીવી અભિનેત્રીઓમાંની એક બની ગઈ.

રશ્મિ દેસાઈ વર્ષ 2019માં લોકપ્રિય ટીવી શો ‘બિગ બોસ’ની 13મી માં જોવા મળી હતી અને  15મી સીઝનમાં પણ જોવા મળે છે.  રશ્મિ દેસાઈ ‘બિગ બોસ’ની 13મી સિઝનની ફાઇનલમાં પહોંચી હતી, જોકે તે આ શો જીતી શકી નહોતી. રશ્મિ પોતાની અભિનયથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સાથે જ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે.

બાળપણથી જ કરતી હતી અભિનય..

 

રશ્મિ દેસાઈએ નાનપણથી જ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.  શરૂઆતમાં ભોજપુરી અને હિન્દી ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો હતો. રશ્મિએ પહેલીવાર વર્ષ 2002માં કન્યાદાન નામની ફિલ્મમાં કામ કર્યું હતું. આ પછી રશ્મિ દેસાઈએ કેટલીક હિન્દી અને ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું. ભોજપુરી ફિલ્મોમાં પોતાના અભિનયને કારણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાનું નામ બનાવ્યું હતું. રશ્મિએ બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

‘ઉતરન’થી મળી નવી ઓળખ..

ટીવી કરિયરની શરૂઆત રશ્મિએ વર્ષ 2006માં ‘રાવણ’ નામની ટીવી સિરિયલથી કરી હતી. આ પછી રશ્મિ  પરી હું મેં, શ્શ્હ… ફિર કોઈ હૈ, ​​મિલા દે રબ્બા સે મિલેન જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. વર્ષ 2008માં રશ્મિએ ઉત્તરન નામની પ્રખ્યાત સિરિયલમાં કામ કર્યું હતું. આ સિરિયલ જબરદસ્ત હિટ રહી હતી અને તેના કારણે રશ્મિને નવો મુકામ મળ્યો અને ઘરે-ઘરે ઓળખ મળી હતી. અભિનય ઉપરાંત રશ્મિએ ડાન્સ અને કોમેડીમાં પણ હાથ અજમાવ્યો છે. રશ્મિ દેસાઈ ડાન્સ શો ઝલક દિખલા જા અને નચ બલિયે 7 નો ભાગ રહી ચુકી છે. કોમેડી વિશે વાત કરીએ તો,  કોમેડી સર્કસ મહાસંગ્રામ અને કોમેડી કા મહા મુકબલામાં જોવા મળી છે. આ સિવાય એ જરા નચ કે દિખા, ક્રાઈમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સિઝન ટુ, ફિયર ફેક્ટર – ખતરોં કે ખિલાડી જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. રશ્મિ દેસાઈએ વર્ષ 2019માં બિગ બોસ 13માં ભાગ લીધો હતો. આ પછી તેણે આ વર્ષે પણ  બિગ બોસ 15માં ભાગ લીધો હતો.

લગ્નજીવન..

રશ્મિના લગ્નની વાત કરીએ તો તેને  વર્ષ 2012માં નંદિશ સંધુ સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો ચાલ્યો નહીં અને ત્રણ વર્ષ પછી વર્ષ 2015 માં, રશ્મિ દેસાઈ અને નંદિશ સંધુના છૂટાછેડા થઈ ગયા. રશ્મિ દેસાઈને એક પુત્રી પણ છે જેનું નામ માન્યતા સંધુ છે.

રશ્મિ અને અફેર..

અભિનયની સાથે સાથે રશ્મિ હંમેશા અફેરર્સના કારણે પણ ચર્ચાનો વિષય બનતી રહી છે. સૌ પ્રથમ તેનું નામ સિદ્ધાર્થ શુક્લા સાથે જોડાયુ હતું. જ્યારે  બિગ બોસ 13 દરમિયાન, રશ્મિ દેસાઈ અને અરહાન ખાન નજીક આવવાના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ શો દરમિયાન સલમાને ખુલાસો કર્યો હતો કે અરહાન પરિણીત છે, ત્યારબાદ રશ્મિએ તેનાથી દૂરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, રશ્મિ દેસાઈ તેના કરતા 10 વર્ષ નાના અભિનેતા લક્ષ્ય લાલવાણીને પણ ડેટ કરી ચૂકી છે. આ ઉપરાંત પણ અનેક વ્યક્તિ સાથે રશ્મિના નામ જોડાઇ ચૂક્યા છે.