ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી રહી છે. પરંતુ વેક્સિનેશન કામગીરીમાં હવે વેગ આવશે. ગુજરાત રાજ્યમાં આવતી કાલથી રાજ્યના તમામ જીલ્લામાં 18 +નું રસીકરણ શરુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યના 10ના શહેરોમાં જ 18+ લોકોને વેક્સીન આપવામાં આવતી હતી. જયારે હવે તમામ જીલ્લાઓ 18 + નું વેક્સિનેશન કરવામાં આવશે.
ગુજરાતમાં આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને વેક્સિન આપવામાં આવશે. દરરોજ સવા બે લાખ ડોઝ આપવામાં આવશે. ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં અત્યાર સુધી 1.72 કરોડથી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલથી રસીકરણની પ્રક્રિયા વધુ વેગવંતી બનશે. રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. અંતે ઉલ્લેખનીય છે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 1207 કેસ નોંધાયા છે.જયારે 17 દર્દીઓના મૃત્યુ થયા છે.જયારે 3018 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નવા નોધાતા દૈનિક કેસની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો સાથે કોરોનાથી થતા મોત અને એક્ટીવ કેસની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોધાયો છે.
