Ahmedabad News : SMC ના અધિકારીઓને માહિતી મળી હતી કે દરિયાપુરમાં રહેતો મતીન ઉર્ફે ખાલુ મહેબુબ શેખ તેના સાગરીત શાહનવાઝ ઉર્ફે અંડા પઠાણ સાથે રિક્ષામાં ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો લઈને શિવરંજની ચાર રસ્તાથી IIM ખાતે છુટક વેચાણ કરવા જવાના છે.
આ માહિતીને આધારે પોલીસે જાળ બિછાવીને IIM ના કોટની દિવાલ પાસે રિક્ષા આવતા અટકાવી હતી. રિક્ષામાંથી પોલીસે જુહાપુરાના શાહનવાઝ ઉર્ફે અંડા ઈમામખાન પઠાણ અને દરિયાપુરના મતીનમિયા ઉર્ફે ખાલુ મહેબુબ મિયા શેખની ધરપકડ કરી હતી.
તપાસમાં તેમની પાસેથી રૂ. 5,50,300ની કિંમતનો 55 ગ્રામ અને 0.030 મિલીગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો, રોકડ રકમ અને રિક્ષા મલીને કુલ રૂ. 6,60,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં આ જથ્થો તેમણે અમદાવાદમાં રહેતા બાદશાહ ખાન તથા અજમલ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે આ બન્ને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ કાર્યવાહી સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરીયા તથા તેમની ટીમે બજાવી હતી.
આ પણ વાંચો:અમદાવાદના ચંડોળામાં આજે બીજા દિવસે 50 JCB અને ટ્રકો સાથે ફરી દબાણ હટાવાશે
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:દ્વારકામાં હનુમાન મંદિરનું પુન:સ્થાપન, ડિમોલિશન થતાં મંદિર મળી આવ્યું
