Not Set/ રૂપાણી સરકારની મહેનત રંગ લાવી ‘ગુજરાત’ ભારતનું સ્ટાર્ટઅપ હબ બન્યું 

CM રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાત, ભારતનું સ્ટાર્ટઅપ હબ બન્યું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સ્ટાર્ટઅપને પ્રોત્સાહન-પ્રેરણા આપવાની નીતિનાં સુખદ પરિણામ મળ્યા : 150 સ્ટાર્ટ અપમાંથી અડધોઅડધ ફંડેડ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં જ કાર્યરત. વિશ્વમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત ત્રીજું સૌથી મોટું રાષ્ટ્ર : 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન-પ્રેરણા આપવાની નીતિનાં પરિણામસ્વરૂપે […]

Top Stories Gujarat

CM રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાત, ભારતનું સ્ટાર્ટઅપ હબ બન્યું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સ્ટાર્ટઅપને પ્રોત્સાહન-પ્રેરણા આપવાની નીતિનાં સુખદ પરિણામ મળ્યા : 150 સ્ટાર્ટ અપમાંથી અડધોઅડધ ફંડેડ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં જ કાર્યરત.

વિશ્વમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત ત્રીજું સૌથી મોટું રાષ્ટ્ર : 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન-પ્રેરણા આપવાની નીતિનાં પરિણામસ્વરૂપે ભારતમાં 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે. કેન્દ્ર સરકારની ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) ક્ષેત્રની સંસ્થા નાસ્કોમનાં રિપોર્ટ મુજબ 2014થી 2019નાં સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક 12થી 15 ટકાનાં ધોરણે સ્ટાર્ટઅપમાં વૃદ્ધિ થઈ છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં 150 સ્ટાર્ટઅપમાંથી 43 ટકા ફંડેડ સ્ટાર્ટઅપ માત્ર ગુજરાતમાં કાર્યરત છે. વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે 2018-19નાં વર્ષમાં સૌથી મોટું ત્રીજું રાષ્ટ્ર બન્યું છે, તેમાં ગુજરાતનું 43 ટકા સ્ટાર્ટઅપ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વિશ્વમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત ત્રીજું સૌથી મોટું રાષ્ટ્ર બન્યું છે, જેમાં ગુજરાતનું મહત્વનું યોગદાન છે.

ગુજરાતમાં 1500થી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ અને 222 ફંડેડ સ્ટાર્ટઅપ છે. આ ક્ષેત્રમાં ગુજરાતનું પોટેન્શીયલ જોતા બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ અને નેપાળ જોડાયેલા છે તેવા બિમસ્ટેક દેશો આગામી સ્ટાર્ટઅપ કન્વેન્શન ગુજરાતમાં યોજવાનું આયોજન પણ કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રોત્સાહક-પ્રેરણાત્મક અભિગમની ફલશ્રુતિએ રાજ્યમાં યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્શિયલ આસિસ્ટન્સ, ઓનલાઈન એપ્લિકેશન, મોનીટરીંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને ખિલવવા-વિકસવાની પૂર્ણ તક મળતી થઈ છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટઅપ પોલિસી પણ અમલમાં છે. દેશમાં 2014થી 2019 વચ્ચે 9000થી વધુ સ્ટાર્ટઅપની સ્થાપના થઈ છે. તેમાં પણ ગુજરાત 1500 કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ અને ફંડેડ સ્ટાર્ટઅપનું સંખ્યાબળ ધરાવતું રાજ્ય છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાતને યુવા સ્ટાર્ટઅપના નવા વિચારોના પ્રયોગોથી દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ લીડ લેનારૂં રાજ્ય બનાવવા સંકલ્પબદ્ધ છે. આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને અનેક પ્રોત્સાહનો આપ્યા છે. ઈનોવેટિવ પ્રક્રિયા માટે રો-મટિરિયલ-સંશાધનો વગેરે માટે રૂ. 10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં 2016થી 2019 સુધીમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે 140 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. ઉપરાંત ઈન્કયુબેટર્સને 50 ટકા સુધીની મૂડીસહાય, વાર્ષિક 5 લાખ સુધીની માર્ગદર્શન સહાય તેમજ પાવર ટેરિફ અને ઈલેકટ્રીસિટી ડયૂટીમાં રાહત આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત હબ બનતા રાજ્યનાં હજારો-લાખો લોકોને રોજગાર મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.