Gandhinagar News/ PMની અપીલ બાદ હર્ષ સંઘવીનો અમેરિકા પ્રવાસ રદ

નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister)હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ

Gujarat Gandhinagar
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvis)એ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ (Cancels Us Trip) કરીને સૌને વડાપ્રધાનની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું.

Gandhinagar News : તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ સાત અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvis)એ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ (Cancels Us Trip) કરીને સૌને વડાપ્રધાનની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું.

હર્ષ સંઘવી (Harsh Sanghvis)એ જણાવ્યું કે ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ

આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં, હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવી (Harsh Sanghvis)એ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ.

વૈશ્વિક સંકટ સામે વડાપ્રધાનએ કરેલી સાત અપીલ
• જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા
• ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો
• એક વર્ષ માટે વિદેશ પ્રવાસને ટાળીએ
• વિદેશી ઉત્પાદનોનો વપરાશ ઘટાડીએ તથા સ્વદેશી અપનાવીએ
• પેટ્રોલ અને ડિઝલનો વપરાશ ઓછો કરીએ અને જાહેર પરિવહનનો ઉપયોગ વધારીએ
• રાસાયણિક ખાતર પર નિર્ભરતા ઘટાડીએ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ
• એક વર્ષ માટે સોનું ખરીદવાનુ ટાળીએ


આ પણ વાંચો : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ જે બોલ છે તે કરે છે તેના કારણે આજે દેશના લોકોને તેમના પર વિશ્વાસ છે-સી.આર.પાટીલ

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડનગરમાં જે સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતુ તે સ્કૂલ પરિસરમાં નિર્માણ પામેલી પ્રેરણા સ્કૂલની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આઈ શ્રી સોનલ માં’ના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યું