New Delhi News : નવી દિલ્હીમાં મંગળવારે CBIના આગામી ડિરેક્ટરની પસંદગી (CBI Chief Selection) માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન Narendra Modi, ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ Surya Kant અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા Rahul Gandhi હાજર રહ્યા હતા.
CBI ડિરેક્ટરની પસંદગી (CBI Chief Selection) પ્રક્રિયા અંગે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ અસંમતિ વ્યક્ત કરી

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન CBI ડિરેક્ટરની પસંદગી (CBI Chief Selection) પ્રક્રિયા અંગે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે સમિતિ સમક્ષ ઔપચારિક રીતે વિરોધ નોંધાવતા અસંમતિનો પત્ર પણ રજૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલના CBI ડિરેક્ટર Praveen Soodનો કાર્યકાળ 25 મે, 2026ના રોજ પૂર્ણ થવાનો છે, જેને ધ્યાનમાં રાખીને નવા વડાની પસંદગી પ્રક્રિયા તેજ બની છે.
I have written to the Prime Minister recording my dissent from the CBI Director selection process.
I cannot abdicate my constitutional duty by participating in a biased exercise.
The Leader of Opposition is not a rubber stamp. pic.twitter.com/WfSt5gGPPR
— Rahul Gandhi (@RahulGandhi) May 12, 2026
નિયમો મુજબ CBI ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના વિરોધ પક્ષના નેતાની સમિતિ નિર્ણય લે છે. બેઠકમાં અનેક વરિષ્ઠ IPS અધિકારીઓના નામો પર ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
આ પદ માટે હરિયાણા કેડરના 1990 બેચના IPS અધિકારી Shatrujeet Singh Kapurનું નામ ચર્ચામાં આગળ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેઓ હાલમાં ITBPના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત RAW પ્રમુખ Parag Jainનું નામ પણ દાવેદારોમાં સામેલ હોવાનું કહેવાય છે.
તે સિવાય મધ્યપ્રદેશ કેડરના વરિષ્ઠ અધિકારી Ajay Kumar Sharma અને મહારાષ્ટ્રના DGP Sadanand Vasant Dateના નામો પર પણ વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે
