- બનાસકાંઠાના થરાદમાં બે લોકોના મૃતદેહ મળ્યા
- અજાવાડા પાસેની કેનાલમાં મળ્યા મૃતદેહ
- કેનાલમાં યુવક અને યુવતીની તરતા મૃતદેહ મળ્યા
- બંનેની કપડા વડે હાથ બાધેલી મળ્યા મૃતદેહ
- સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢી કરી કાર્યવાહી
- સ્થાનિકોએ કરી પોલીસને જાણ
બનાસકાંઠા જિલ્લાનાં થરાદમાં બે લોકોનાં મૃતદેહ મળ્યા હોવાનું સામે આવ્યું છે. અજાવાડા પાસેની કેલાનમાં યુવક- યુવતીના હાથ બાંધેલા મૃતદેહ તરતા મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેની જાણ ગામ લોકોને થતા કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ ગામ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયા હતા.
આ પણ વાંચો :પંચમહાલ જિલ્લામાં શનિવારે સુશાસન સપ્તાહની ઉજવણી શરૂ,નિમંત્રણ પત્રિકાથી નારાજગી
મહત્વનું છે કે, આ પહેલા થરાદના ઘોડાસર ગામમાં યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. યુવકે તેના જ ઘરમાં લુંગી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જોકે ઘરમાં પત્નીની હાજરી હોવા છતાં પણ અઘટિત ઘટના ઘટતાં અનેક શંકા-કુશંકાઓ પણ ઉભી થઈ હતી.
આ પણ વાંચો :મહારાષ્ટ્ર-ગુજરાતમાં નવા કેસ આવ્યા સામે, નિયંત્રણો કરાયા કડક
આ અંગે મળતી માહિતી અનુસાર, ઘોડાસર ગામના વિહાભાઇ વગતાભાઈ પ્રજાપતિ ગુરૂવારે રાત્રીના સાડા દસ વાગ્યાના સુમારે પત્ની સાથે ધાનેરાથી ખેતરમાં બનાવેલા રહેણાંકના ઘરે આવ્યા હતા. ત્યારે તેમની નાની દીકરીએ દોડી આવી વસાકાકાએ કંઈક કરેલ છે તેવું કહેતા તેઓ પોતાના ભાઈના ઓરડે જતાં 30 વર્ષીય વસાભાઇએ ઓરડાની વચ્ચે આવેલા પાટને લુંગી સાથે ગળે ફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : વઢવાણના ખજેલી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા
આ પણ વાંચો :લીંબડી તાલુકાના બોડીયા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
