Surendranagar News : સુરેન્દ્રનગરના લીંબડી-ખભલાવ રોડ પર ચાલુ કારમાં આગ ફાટી નીકળી હતી. ચાલુ કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગનો આ બનાવ ઉટડી ગામ નજીક બન્યો હતો. જોકે ચાલુ કારમાં આગ લાવાનું કારણ જાણી શકાયું નથી.
બીજીતરફ ચાલક સમયસર નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી. કાર આગમાં બળીને ખાખ થતા મોટાપાયે નુકશાન થયું હતું. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર કર્મચારીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો:ભાવનગરમાં આખલોલ જકાતનાકા નજીક પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ
