જયદીપ પરમાર@મંતવ્ય ન્યુઝ
આજે આખા વિશ્વના લોકો કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યા છે અને કોરોના ની બીજી લહેર માં અસંખ્ય લોકો મોતને ભેટ્યા અને કોરોના મહામારી સમયે બ્લડ બેંકો ઉપર પણ તેની અસર જોવા મળી હતી અને લોહીની પણ ઊણપ સર્જાય હતી નિષ્ણાંતોના મતે કોરોના ની ત્રીજી લહેર આવવાની સંભાવના બતાવવામાં આવી રહી છે સરકારે આ ત્રીજી લહેરને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
છોટાઉદેપુર જીલ્લા પોલીસ પણ આવનારી સંભવિત ત્રીજી લહેરમાં લોહીની ઉણપ ન સર્જાય અને છોટાઉદેપુર જિલ્લા વાસીઓને સમયસર પૂરતું લોહી મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા પોલીસ અને લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ સર્કિટ હાઉસ ખાતે મેઘા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાયબ પોલીસ અધિક્ષક.જે.જી.ચાવડા,એ.વી કાટકડ અને એ.એસ.પટણી, છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ જે.કે.પટેલ કાર્યક્રમના આયોજક પીએસઆઇ આર.વી પરમાર તેમજ નગરપાલિકા સભ્ય વંદન પંડ્યા છોટાઉદેપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ફેસલ મલા તેમજ પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
