gujarati news/ રાજ્યમાં એક જ વર્ષમાં 22.18 લાખ ગુજરાતીઓ બન્યા ડાયાબિટીસનો ભોગ

ગુજરાતીઓનું આરોગ્ય કથળ્યું છે. ખાવાના શોખીન ગુજરાતીઓની શારીરિક સ્થિતિ કથળી છે. તેમા હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો થયો છે.

Gujarat Top Stories Breaking News
ગુજરાતીઓ ડાયાબિટીસના ભરડામાં

Gujarat News: ગુજરાતીઓ નું આરોગ્ય કથળ્યું છે. ખાવાના શોખીન ગુજરાતીઓની શારીરિક સ્થિતિ કથળી છે. તેમા હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં જ 22.18 લાખ લોકોને ડાયાબિટીસ થયો છે. ડાયાબિટીસના રોગને ધીમું મોત કહેવાય છે.

ગુજરાત મા ડાયાબિટીસ

આ અંગે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતીઓ ને ડાયાબિટીસના રોગમાં વધારો થવાનું કારણ તેમની બેઠાડુ જીવનશૈલી હોવાનું કહેવાય છે. ગુજરાતીઓ ક્યાં તો દુકાન પર અથવા તો ઓફિસમાં બેસીને કામ કરતાં હોય છે. આ ઉપરાંત તેમનામાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોય છે. તેથી જો ફિઝિકલ એક્ટિવિટીમાં વધારો કરે તો ડાયાબિટીસ રોગ ન થાય, પણ ગુજરાતી ક્યાં તો ઘરની બહાર પગ મૂકે ક્યાં તો ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પર જ બેસી જાય છે. હજી પણ જો તેઓ નહીં સમજે અને સુધરે તો આગામી દિવસોમાં આ આંકડો સતત વધતો જશે.

આ સિવાય રાજ્યમાં 77 હજારને કેન્સર થયું છે. આમ વસ્તીની તુલનાએ કેન્સરના પ્રમાણમાં પણ ગુજરાત મોખરે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડાયાબિટીસના જ 47.66 લાખ કેસ થયા છે. જ્યારે કેન્સરના 2.26 લાખ કેસ નોંધાયા છે.

 

ગુજરાતીઓ ને ડાયાબિટીસ

ડાયાબિટીસના નિદાનના કેસમાં ત્રણ વર્ષમાં 14 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત 2023-24માં કુલ 1.74 કરોડ કેસમાં 9.87 લાખ લોકોને ડાયાબિટીસનું નિદાન થયું હતું. જ્યારે 2024-25માં 2.48 કરોડ કેસમાં 15.60 લોકોને ડાયાબિટીસનું નિદાન થયું હતું. 2025-26માં 1.73 કરોડ કેસમાં 47.66 લાખ લોકોને નિદાન થયું હતું.

ગુજરાતમાં 2022માં કેન્સરના 73,832 કેસ નોંધાયા હતા. તેના પછી 2023માં કેન્સરના કુલ 75,290 કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં કેન્સરના સૌથી વધુ 2.21 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં 1.27 લાખ, પશ્ચિમ બંગાળમાં 1.18 લાખ કેસ નોંધાયા હતા. બિહારમાં 1.15 લાખ તો તમિલનાડુમાં 98 હજાર કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં 98 હજાર તો મધ્યપ્રદેશમાં 86 હજાર અને રાજસ્થાનમાં 78 હજાર કેસ નોંધાયા છે. આ બતાવે છે કે ફ્કત ગુજરાત જ નહીં આખા દેશમાં કેન્સરનો રોગ કેવો ભરડો લઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!

આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ કાબૂ બહાર, કેન્દ્રએ સેનાની 6 ટુકડીઓ મોકલી

આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: તમારા જીલ્લામાં આજે કેટલો વરસાદ છે, જાણો એક ક્લિક પર