HMPV Case : ગુજરાતમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં કચ્છના 59 વર્ષીય આધેડને આ વાયરસનો ચેપ લાગ્યો છે. તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં HMPVના કેસનો આંક 5 પર પહોંચ્યો છે.
ચીનમાં HMPVના કેસોમાં વધારો થયા બાદ દુનિયાભરમાં ચિંતા વધી છે. ગુજરાતમાં છેલ્લા 72 કલાકમાં ચોથો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. HMPV મુખ્યત્વે શિશુઓ અને વૃદ્ધોને વધુ પ્રભાવિત કરે છે. આ વાયરસ શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો કરે છે.
એક દિવસ પહેલાં બોપલના 9 માસના બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. મેડિકલ ઓફિસર ડૉ.સ્મૃતિ મહેતાએ જણાવ્યું હતું કે ત્રણ દિવસથી બાળક દાખલ છે. પ્રથમ દિવસે જ્યારે તે દાખલ થયું ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. હાલમાં તે ICUમાં વૅન્ટિલેટર પર મશીન પર છે અને સરકારની ગાઈડલાઈન મુજબ સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં તેની પરિસ્થિતિ ક્રિટિકલ જ છે. એક્સ-રેમાં બાળકને ન્યુમોનિયા આવે જ છે.તો બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામમાં 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઈરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગે સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલ્યાં છે. ભારતમાં HMPV સૌથી વધારે કેસ નોંધાયા છે.
અસરગ્રસ્ત દર્દીઓને સરકારી ગાઈડલાઈન મુજબ સારવાર આપવામાં આવી રહી છે. જો કે, કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર છે. ગુજરાત આરોગ્ય વિભાગે રાજ્યની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે.
આ પણ વાંચો: રાજ્યમા HMPV વાયરસના કેસોમાં વધારો, અમદાવાદના 9 મહિનાનો બાળક પોઝિટિવ
આ પણ વાંચો: અમદાવાદમાં HMPV બીજો કેસ, 80 વર્ષના વૃદ્ધનો કેસ, સેમ્પલને ગાંધીનગર મોકલાયું
આ પણ વાંચો: હિંમતનગરમાંથી HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક
