Ahmedabad News: અમદાવાદ શહેરમાં HMPV વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં વસ્ત્રાપુરના 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાયરસનો રિપોર્ટ આવ્યો હતો. બાળક હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે, પરંતુ તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરની બેબીકેર હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યોમાં આ વાયરસના કેસ નોંધાયા છે. આ વાયરસના તમામ દર્દી બાળક છે. ગુજરાતનો આરોગ્ય વિભાગ આ સ્થિતિને પહોંચી વળવા માટે સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલોમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, HMPV પોઝિટિવ આવેલા દર્દીની હાલત હાલ સ્થિર છે. તેમના સેમ્પલને સિવિલ હોસ્પિટલમાં તેમજ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે.
અમદાવાદની સ્કૂલોમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડવામાં આવી રહ્યા છે, સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને સૂચના આપવામાં આવી છે. કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટમાં HMPV વાયરસને લઈ તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટ સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હિંમતનગરમાંથી HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક
આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલો HMPVને લઈને સતર્ક : શરદી-ખાંસી હોય તેવા બાળકો માટે માસ્ક ફરજિયાત કરાયું
આ પણ વાંચો: HMPV વાયરસને લઈને લોકો ચીન પર ગુસ્સે ,મીમ્સ થયા વાયરલ