Ahmedabad News/ ત્રિકમપુરામાં જૂની અદાવતમાં યુવકની હત્યા, ચાર શખ્સો સામે ગુનો

અમદાવાદના ત્રિકમપુરા પાટિયા પાસે જૂની અદાવતમાં ત્રણ યુવકો પર તલવાર અને પાઈપથી હુમલો થયો, જેમાં એકનું મોત (Trikampura Murder) થયું.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Trikampura Murder: પત્ની સાથેની જૂની મારામારી બાદ અદાવત વધી

Ahmedabad News: અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં ત્રિકમપુરા પાટિયા નજીક જૂની અદાવતને પગલે ત્રણ યુવકો પર ચાર શખ્સોએ હથિયારો વડે હુમલો (Trikampura Murder) કર્યાની ઘટના સામે આવી છે. તલવાર અને લોખંડના પાઈપથી કરવામાં આવેલા આ હુમલામાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર દરમિયાન તેનું મોત (Trikampura Murder) થયું છે. જ્યારે અન્ય બે યુવકોને પણ ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાને પગલે વટવા GIDC પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, સૈજપુર વિસ્તારમાં રહેતા હેમંતસિંહ નેગી અને તેમના ફોઈના પુત્ર અજીતસિંહ ચૌહાણ તેમના મિત્ર અર્જુનને મળવા માટે ચાર માળીયા વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન ચાર શખ્સોએ ત્રણેય યુવકોને ઘેરી લીધા હતા અને તલવાર તથા લોખંડના પાઈપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.

અચાનક થયેલા હુમલામાં અજીતસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન તેનું મોત (Trikampura Murder) નીપજ્યું હતું. બીજી તરફ હેમંતસિંહ નેગી અને અર્જુનને પણ હુમલામાં ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જૂની અદાવતને કારણે હુમલો થયાનો આક્ષેપ

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક અજીતસિંહ ચૌહાણ અગાઉ ચાર માળીયા વિસ્તારમાં રહેતો હતો અને બાદમાં હાથીજણ ખાતે રહેવા ગયો હતો. બંને પક્ષ વચ્ચે અગાઉથી અદાવત ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉ આરોપીઓ દ્વારા અજીતસિંહની પત્ની સાથે મારામારી કરવામાં આવી હોવાના કારણે બંને પક્ષ વચ્ચેનું વૈમનસ્ય વધુ ગંભીર બન્યું હતું.

ગત રાત્રે અજીતસિંહ ચાર માળીયા વિસ્તારમાં આવ્યો હતો ત્યારે ચારેય આરોપીઓએ તેને રસ્તામાં ઘેરી લીધો હતો અને અન્ય બે યુવકો સાથે તેના પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે અજીતસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત (Trikampura Murder) થતાં સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો.

Trikampura Murder: ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો

ઘટનાની જાણ થતાં વટવા GIDC પોલીસ સક્રિય બની હતી. પોલીસે હરેશ ઉર્ફે હિતેશ સોલંકી, ધર્મેશ સોલંકી, રવિ સોલંકી અને અક્ષય સોલંકી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં આરોપીઓના અગાઉના ગુનાહિત રેકોર્ડ અંગે પણ માહિતી સામે આવી છે. જેમાં હરેશ સોલંકી અને અક્ષય સોલંકી વર્ષ 2015માં મિતેષ નામના વ્યક્તિની હત્યાના કેસમાં સંડોવાયેલા હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. હાલ વટવા GIDC પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હુમલા પાછળની જૂની અદાવત, ઘટનાક્રમ અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં યુવકની હત્યા કરનારા 8 આરોપી ઝડપાયા, જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો

આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસ ચોકી સામે જ હત્યાનો ખેલ! RTO ચાર રસ્તા પાસે 8થી 10 શખ્સોએ કર્યો હુમલો

આ પણ વાંચો:અમદાવાદ સ્પા હત્યા કેસ: રેડની શંકા બાદ યુવકને ચોથા માળેથી ફેંકી હત્યા, ચાર આરોપીઓ ઝડપાયા