Ahmedabad News/ અમદાવાદ સ્પા હત્યા કેસ: રેડની શંકા બાદ યુવકને ચોથા માળેથી ફેંકી હત્યા, ચાર આરોપીઓ ઝડપાયા

અમદાવાદના હંસપુરા સ્પા હત્યા કેસ (Ahmedabad Spa Murder Case)માં નરોડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓની અટકાયત કરી. પોલીસ તપાસમાં રેડની શંકા અને બોલાચાલી બાદ હુમલો થયાનો પ્રાથમિક ખુલાસો થયો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Spa Murder Caseમાં મોટો ખુલાસો, રેડની શંકાએ લીધો જીવ

Ahmedabad News: અમદાવાદના હંસપુરા વિસ્તારમાં આવેલા એક સ્પામાં થયેલી હત્યાના કેસ (Ahmedabad Spa Murder Case)માં પોલીસને મહત્વની સફળતા મળી છે. નરોડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરીને પાંચમાંથી ચાર આરોપીઓની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે અન્ય સ્પા પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને ઊભી થયેલી શંકા અને ત્યારબાદ થયેલી બોલાચાલી આ ઘટનાનું કારણ બની હતી.

રેડની શંકા બાદ શરૂ થયો વિવાદ

પોલીસના જણાવ્યા મુજબ, 5 ઓગસ્ટની સાંજે ઓઢવ વિસ્તારમાં આવેલા એક સ્પામાં પોલીસ કાર્યવાહી બાદ ત્યાં કામ કરતી બે મહિલાઓને શંકા હતી કે હંસપુરા વિસ્તારમાં આવેલા બીજા સ્પા તરફથી પોલીસને માહિતી આપવામાં આવી હતી.આ શંકાને આધારે તેઓ હંસપુરા સ્થિત સ્પા પર પહોંચ્યા હતા, જ્યાં સ્પા સંચાલક અને એક કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

રાત્રે ફરી હુમલો

પ્રાથમિક તપાસ અનુસાર, બોલાચાલી બાદ મહિલામાંથી એકના મિત્રએ અન્ય સાથીઓ સાથે રાત્રિના સમયે સ્પા પર ફરી પહોંચીને હુમલો કર્યો હતો.આરોપીઓએ સ્પામાં તોડફોડ કરી અને ત્યાં હાજર કર્મચારી દશરથ મીણાને માર માર્યો હતો. ત્યારબાદ તેમને ઇમારતના ચોથા માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યા હોવાનો આરોપ છે.ગંભીર ઇજાઓના કારણે દશરથ મીણાનું મોત થયું હતું.

Ahmedabad Spa Murder Case: ચાર આરોપીઓની અટકાયત

નરોડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત તપાસ દરમિયાન મુખ્ય આરોપી સહિત ચાર લોકોની અટકાયત કરી છે.પોલીસના જણાવ્યા મુજબ, એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે.

તપાસમાં અન્ય વિગતો પણ સામે આવી

પોલીસ તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે ઘટના પહેલાં બંને સ્પાના સંચાલકો વચ્ચે કર્મચારીઓને લઈને ફોન પર બોલાચાલી થઈ હતી.તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાક્રમ, તમામ આરોપીઓની ભૂમિકા અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો:Ahmedabad Spa Murder Case: યુવકને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો, CCTVમાં કેદ થયો હુમલો

આ પણ વાંચો:અમદાવાદના સિંધુભવન રોડ પર સ્પામાં દરો઼ડા

આ પણ વાંચો:અમદાવાદમાં સ્પા સેન્ટર પર સીઆઈડી ક્રાઈમનો દરોડો, મસાજની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર