સ્ટેટમોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી/ ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગ મુખ્ય આરોપી જીગર ટોપીવાલાની ધરપકડ

જીગર ટોપીવાલા વિરુદ્ધ ઓનલાઇન વિવિધ રમતો અને ગંજી પાનાંનો જુગાર રમાડવાનો સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયેલો છે.

Ahmedabad Gujarat
જીગર ટોપીવાલા

ગુજરાત સહિત સમગ્ર દેશ માં ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગ ને લઈને રાજય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા જેને લઈને સ્ટેટમોનિટરિંગ સેલ દ્વારા ડ્રાઈવ રાખવામા આવેલ જેમાં ઓર્ગેનાઇજ રીતે કામ કરતાં રીઢા ગુનેગારોને જડપી પાડવા આદેશ કરવામાં આવ્યો હતો. સ્ટેટમોનિટરિંગ સેલ દ્વારા દુબઈ થી સટ્ટા બેટિંગનો ગેરકાયદેસર ધંધો ઓપરેટ કરતાં જીગર ટોપીવાલા ની સ્ટેટમોનિટરિંગ સેલને બાતમી મળેલ હતી કે જીગર ટોપીવાલા મુબઇ ખાતે આવનો છે જેને પગલે સ્તટેમોનીટરીંગ

સેલની ટીમે મુબાઈ ખાતે વોચ ગોઠવી જીગર ટોપીવાલા ને જડપી લીધો હતો જિગર ટોપીવાલા ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગનો મુખ્ય સૂત્રધાર માનવમાં આવે છે સ્ટેટમોનિટરિંગ સેલની ધરપકડ બાદ તપાસમાં વધુ ખુલાસા અને બીજા આરોપીની ધરપકડ સ્ટેટમોનિટરિંગ સેલ કરી શકે છે.

જીગરે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં લોકોને રૂ.2થી રૂ.3 લાખમાં માસિક ભાડા પેટે વેબસાઇટ આપી હતી. આ વેબસાઈટમાં કોઈ સમસ્યા ન થાય તે માટે 2 યુવતી સહિત 10 લોકોનો સ્ટાફ પણ રાખ્યો હતો.

આ પણ વાંચો:પેરાશૂટ સાથે નીચે પટકાતા કોરિયન નગરિકનું મોત, કલેકટરે આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો: સત્યેન્દ્ર જૈનને જેલમાં આપવામાં આવતી સુવિધાઓમાં ઘટાડો, 15 દિવસ સુધી કોઈને નહીં મળી શકશે

આ પણ વાંચો:તુનિષા શર્માના મોત પર પોલીસનું નિવેદન, કહ્યું- લવ જેહાદનો કોઈ એંગલ નથી

આ પણ વાંચો: સુરતમાં દિન દહાડે ત્રિપલ મર્ડર,સીસીટીવી કેમેરામાં હત્યાની ઘટના કેદ,જુઓ વીડિયો