Record/ શ્રેયસ અય્યરના નામે ખાસ રેકોર્ડ, અડધી સદી બાદ આમ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી

ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગ્લોરમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં યુવા અને પ્રતિભાશાળી ખેલાડી શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, આ અડધી સદી સાથે તેણે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો

Top Stories Sports

ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગ્લોરમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં યુવા અને પ્રતિભાશાળી ખેલાડી શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. આ અડધી સદી સાથે તેણે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. અય્યર ડે-નાઈટ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો છે. તે આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. ઐયર પહેલા સ્ટીવ સ્મિથ, ડેરેન બ્રાવો અને માર્નસ લાબુશેન આ કારનામું કરી ચૂક્યા છે.

બેંગ્લોર ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકા પ્રથમ દાવમાં 109 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય બેટ્સમેનો બીજી ઇનિંગ રમવા ઉતર્યા હતા. આ દરમિયાન શ્રેયસ અય્યર 6 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે રમતી વખતે અડધી સદી ફટકારી હતી. આ અડધી સદી સાથે તેણે એક રેકોર્ડ બનાવ્યો હતો. ડે-નાઈટ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર તે ચોથો બેટ્સમેન બન્યો છે. અય્યરે પ્રથમ દાવમાં 92 રન બનાવ્યા હતા. જોકે, તે સદી ચૂકી ગયો હતો. હવે તેણે બીજી ઇનિંગમાં પણ અડધી સદી ફટકારી છે.

શ્રેયસ અય્યર પહેલા વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ડેરેન બ્રાવો, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન આ કારનામું કરી ચુક્યા છે. બ્રાવોએ 2016ની દુબઈ ટેસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ એક ઇનિંગમાં 87 રન અને બીજી ઇનિંગમાં 116 રન બનાવ્યા હતા. જ્યારે સ્મિથે આ વર્ષે બ્રિસબેનમાં પાકિસ્તાન સામે એક ઇનિંગમાં 130 અને બીજી ઇનિંગમાં 63 રન બનાવ્યા હતા. લાબુશેન આ કારનામું બે વખત કરી ચૂક્યો છે. તેણે 2019માં ન્યૂઝીલેન્ડ સામે અને 2021માં ઈંગ્લેન્ડ સામે આ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ડે/નાઇટ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 50+ રન બનાવનાર ખેલાડીઓ

87 અને 116 ડેરેન બ્રાવો વિરુદ્ધ પાક દુબઈ 2016
130 અને 63 સ્ટીવન સ્મિથ વિ. પાક બ્રિસ્બેન 2016
143 અને 50 માર્નસ લેબુશેન વિ ન્યુઝીલેન્ડ પર્થ 2019
103 અને 51 માર્નસ લેબુશેન વિ ઇંગ્લેન્ડ એડિલેડ 2021
92 અને 52* શ્રેયસ ઐયર વિ શ્રીલંકા બેંગલુરુ 2022