Not Set/ કોરોના કાળની માઠી અસર રંગમંચ પર, નાટકના ખર્ચ સામે આવક શૂન્ય

નાટકો, રંગમંચ, ભવાઈ, કઠપૂતળી વર્ષોથી મનોરંજનના શ્રેષ્ઠ માધ્યમો રહ્યા છે. જ્યારે ટેલિવિઝન નહોતા ત્યારે આ જ માધ્યમોથી લોકો મનોરંજન મેળવતા હતા. પણ છેલ્લા સવા વર્ષથી કોરોનાનું ગ્રહણ રંગમંચ અને તેના કલાકારોને પણ લાગ્યું છે.

Top Stories Business
rathyatra 2 17 કોરોના કાળની માઠી અસર રંગમંચ પર, નાટકના ખર્ચ સામે આવક શૂન્ય

રાજ્ય સરકારે ભલે 50 ટકા ક્ષમતા સાથે ઓડિટોરીયમ ખોલવાની મંજૂરી આપી હોય, પણ 2022 સુધી ઓડિટોરીયમમાં કોઈ નાટક કે સંગીતનો પ્રોગ્રામ થાય તેવી શક્યતા નથી. મતલબ કે 2022 સુધી ઓડિટોરીયમના દ્વાર પર તાળાં જ લાગેલા રહે તો પણ નવાઈ નહીં.

નાટકો, રંગમંચ, ભવાઈ, કઠપૂતળી વર્ષોથી મનોરંજનના શ્રેષ્ઠ માધ્યમો રહ્યા છે. જ્યારે ટેલિવિઝન નહોતા ત્યારે આ જ માધ્યમોથી લોકો મનોરંજન મેળવતા હતા. પણ છેલ્લા સવા વર્ષથી કોરોનાનું ગ્રહણ રંગમંચ અને તેના કલાકારોને પણ લાગ્યું છે. સરકારે ૫૦ ટકા ક્ષમતા સાથે ઓડિટોરિયમ ખોલવાની છૂટ આપી છે પરંતુ હાલની સ્થિતિ એ હદે ખરાબ છે કે જ્યાં સુધી ૧૦૦ ટકા ક્ષમતા સાથે ઓડિટોરિયમ ખોલવાની છૂટ સરકાર ના આપે ત્યાં સુધી આ ઉદ્યોગ ફરી બેઠો થઈ શકે તેમ નથી તો આ ઉદ્યોગ સાથે જોડાયેલા કલાકાર હોય કે પછી ઓર્ગેનાઈઝર તમામ માટે આ કાળ ખરેખર કપરો સાબિત થઈ રહ્યો છે.

ODITORIUM કોરોના કાળની માઠી અસર રંગમંચ પર, નાટકના ખર્ચ સામે આવક શૂન્ય

-સરકારે આપી ૫૦ % ક્ષમતા સાથે છૂટ

-પરંતુ પ્રેક્ષકો મળવા મુશ્કેલ

– તો એક નાટકના ખર્ચ સામે આવક શૂન્ય

સરકારે ૫૦ ટકા છૂટ સાથે ઓડિટોરિયમ ખોલવાની પરવાનગી તો આપી પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે એક નાટક રજૂ કરવા પાછળ ૨ થી અઢી લાખ નો ખર્ચ થાય છે. જેની સામે કોરોના ના કારણે હજી પણ લોકોમાં ડરનો માહોલ છે જેથી લોકો ઓડિટોરિયમ સુધી જતા ડરે છે.  તો કોરોના ના ડરની વચ્ચે 50 % ક્ષમતા સાથે જો પ્રેક્ષકો  આવે તો પણ એક નાટક પાછળના ખર્ચ સામે આવક એટલી થતી નથી કે એક નાટકનો ખર્ચ પણ નીકળી શકે. એક તરફ ઓડિટોરિયમનું ભાડું તો બીજી તરફ કલાકારોને નાણાની ચુકવણી અને તેની સાથે જ જોડાયેલા અન્ય ખર્ચાઓ જે લાખો સુધી પહોંચી જાય છે. તો સામે કોરોના ના ડરની વચ્ચે પ્રેક્ષકો આવશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે.

ODITORIUM 1 કોરોના કાળની માઠી અસર રંગમંચ પર, નાટકના ખર્ચ સામે આવક શૂન્ય

આજના 5 G ના યુગ માં નાટકો, રંગમંચ, ભવાઈ, કઠપૂતળી એ મનોરંજનના એવા માધ્યમો છે જે નિહાળવાનો રસ સૌથી વધુ ૫૦ વર્ષથી વધુની વયના લોકોને હોય છે. પરંતુ કોરોનાનો ભય એટલો બધો કે આ ઉંમરના લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે. જેથી એક વખત પ્રોડ્યુસર તેમજ આયોજકોને નાટક રજૂ તો કરે પણ તે નાટક ને અને મ્યુઝિક શો ને પ્રેક્ષકો મળશે કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે

રંગમંચ હોય કે પછી મ્યુઝિકલ નાઈટના કાર્યક્રમો તે ત્યારે જ શક્ય બનશે જયારે ઓડિટોરિયમ માં ક્ષમતા ૫૦ થી વધારી ને ૧૦૦ કરવામાં આવે અને તે ત્યારે જ શક્ય બનશે જયારે કોરોના સંપૂર્ણતઃ નાબૂદ થશે ત્યાં સુધી રંગમંચ સાથે જોડાયેલા તમામ કલાકરો માટે દિવસો વિતાવવા કાળ સામના છે.