સામુહિક દુષ્કર્મ/ ચોટીલાના શેખલીયા ગામના ત્રણ નરાધમોના દુષ્કર્મનો ભોગ બનેલી માનસિક દિવ્યાંગ યુવતિએ બાળકને જન્મ આપ્યો

ચોટીલાની રેફરલ હોસ્પિટલમાં બળાત્કારનો ભોગ બનનારી યુવતીએ બાળકને જન્મ આપતા બાળકનું ભવિષ્ય હવે શું ? તેવો સવાલ સર્જાયો છે

Gujarat
3 10 ચોટીલાના શેખલીયા ગામના ત્રણ નરાધમોના દુષ્કર્મનો ભોગ બનેલી માનસિક દિવ્યાંગ યુવતિએ બાળકને જન્મ આપ્યો

– દુષ્કર્મ આચરી આઠ માસનો ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો : પોલિસ દ્વારા ત્રણેય નરાધમોની અટક કરાઇ

ચોટીલાની રેફરલ હોસ્પિટલમાં બળાત્કારનો ભોગ બનનારી યુવતીએ બાળકને જન્મ આપતા બાળકનું ભવિષ્ય હવે શું ? તેવો સવાલ સર્જાયો છે. ચોટીલા પંથકના એક ગામની પ્રાથમિક શાળામાં ત્રણ નરાધમોએ પૌત્રીની ઉંમરની માનસિક વિકલાંગ યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારતા યુવતીને આઠ માસનો ગર્ભ રહી ગયો હતો. શખ્સોએ દુષ્મર્મ આચર્યા બાદ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે ભોગ બનનારી યુવતીની માતાને જાણ થતા તેમણે ત્રણેય શખ્સો સામે નાની મોલડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીની ફરીયાદ બાદ ધરપકડ કરી હતી. જેઓના ડીએનએ ટેસ્ટ કરાવીને સેમ્પલ એફએસએલમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પોલીસે ત્રણેય હવસખોર શખ્સોને સેખલીયા ગામેથી ઝડપી લીધા હતા. અને તેમના ડી.એન.એ. ટેસ્ટ એફ.એસ.એલ.મા મોકલી આપ્યા છે .

ચોટીલાના શેખલીયા ગામે રહેતા કાનાભાઈ રામાભાઈ બાવળીયા, આંબાભાઈ ધરમશીભાઈ પરમાર અને માધાભાઈ ચણાભાઈ ગોળીયાએ ગામની એક પૌત્રીની ઉંમરની મંદબુધ્ધીની યુવતીને નાસ્તો અપાવવાની લાલચ આપીને અવારનવાર ગામની નિશાળમાં તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ. પોતાની પૌત્રીની ઉમરની મંદબુધ્ધીની યુવતીને બળાત્કાર ગુજારી તેને સગર્ભા બનાવી હતી. જેની ફરીયાદ સમયે યુવતીને આઠ માસનો ગર્ભ હતો.

જેથી કાયદાકીય રીતે બાળકને જન્મ આપવો ફરજીયાત બન્યો હતો. ત્યારે સામુહિક દુષ્કર્મનો ભોગ બનનારી યુવતીએ ચોટીલા રેફરેલ હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપતા પોલિસ વિભાગ દ્વારા બાળકનો ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે .