Not Set/ લોકડાઉનમાં માટલાના વેપારીઓની હાલત બની દયનીય, વેચાણમાં 80 ટકાનો થયો ઘટાડો

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરાયું છે. આ સ્થિતિમાં ઉનાળાની શરૂઆત થતા લોકો ઠંડુ પાણી પીવા માટે લોકો માટલા ખરીદવા આવતા હોય છે, રાજસ્થાનથી લાવીને માટલા વેંચતા વેપારીઓ આ વખતે આર્થિક ભીંસમાં આવી ગયા છે.  આ સ્થિતિમાં લોકો પાસેથી રૂપિયા લઈને માટલા ખરીદી લીધા પણ લોકડાઉન વચ્ચે માટલા નું વેચાણ નિઃહવત થતા વેપારીઓની […]

Gujarat Others
bb0593aca9f2943d32da088642b0f188 લોકડાઉનમાં માટલાના વેપારીઓની હાલત બની દયનીય, વેચાણમાં 80 ટકાનો થયો ઘટાડો

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરાયું છે. આ સ્થિતિમાં ઉનાળાની શરૂઆત થતા લોકો ઠંડુ પાણી પીવા માટે લોકો માટલા ખરીદવા આવતા હોય છે, રાજસ્થાનથી લાવીને માટલા વેંચતા વેપારીઓ આ વખતે આર્થિક ભીંસમાં આવી ગયા છે. 

આ સ્થિતિમાં લોકો પાસેથી રૂપિયા લઈને માટલા ખરીદી લીધા પણ લોકડાઉન વચ્ચે માટલા નું વેચાણ નિઃહવત થતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. ગત વર્ષે આ સમયે તમામ માટલા નું વેચાણ થઈ ગયું હતું, પણ આ વખતે લગભગ 80 ટકા માટલા હજુ સુધી પડ્યા રહેતા વેપારીઓમાં ચિતા નો માહોલ જોવા મળી રહ્યો છે.

આ જ રીતે બનાસકાંઠા જિલ્લો રેડ ઝોનમાં સમાવેશ થતા તંત્ર પણ કડક બન્યું છે જેના કારણે સવારે 11 વાગ્યા થી બજારો બંધ થઈ જાય છે અને લોકોની અવરજવર પણ બંધ થતાં વેચાણ બંધ કરવામાં આવે છે, આવી પરિસ્થિતિમાં પણ વેપારીઓ ઉત્સાહથી લોકડાઉન નું પાલન કરી રહ્યા છે મોં પર માસ્ક બાંધે છે અને સોસીયલ ડિસ્ટન રાખીને વેપાર કરતા વેપારીઓ ખરેખર કોરોના વાયરશ બાબતે જાગૃત હોવાનો અહેસાસ કરાવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.