vadodra/ મતદાન કરનાર ડેરી ખેડૂતને એક લિટર દૂધ પર એક રૂપિયો મળશે

મતદાન કરનારા ખેડૂતે આંગળી પર શાહીનું નિશાન બતાવવું પડશે

Gujarat Vadodara
Beginners guide to 2024 05 02T182236.038 મતદાન કરનાર ડેરી ખેડૂતને એક લિટર દૂધ પર એક રૂપિયો મળશે

Vadodra News : ગુજરાતમાં લાખો ડેરી ખેડૂતોને લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન કરવા બદલ એક લિટર દૂધ પર એક રૂપિયો મળશે. જોકે આ માટે તેમને તેમની આંગળી પર શાહીનું નિશાન દર્શાવવું પડશે.

ગુજરાત કો-ઓપેટિવ માર્કેટિંગ ફેડરેશન ગુજરાતના તમામ દૂધ  સંઘોની સર્વોચ્ચ સંસ્થા અને તેના 18 સંઘો, તેના રજીસ્ટર્ડ સભ્યો તરીકે 36 લાખ ડેરી ખેડૂતો ધરાવે છે. રાજ્યભરમાં ફેલાયેલી 18,565 ગામડાની ડેરી સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા ડેરી ખેડૂતો છે જેમાં મોટા ભાગની મહિલાઓ છે. જે દરરોજ અંદાજે 3 કરોડ લિટર દૂધ ઠાલવે છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઈસ-ચેરમેન વલમજી હુંબલેનું કહેવું છે કે ફેડરેશનના બોર્ડ સભ્યોએ રાજ્યના તમામ નોંધાયેલા ડેરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ કર્યો છે. ચૂંટણીના કાઉન્ટડાઉનમાં ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડે પેહેલેથી જ શહેરી ગુજરાતના મતદારોમાં ચુનાવ કા પર્વ દેશ કા ગૌરવ સાથે દૂધના પાઉચ પર પ્રિન્ટ કરીને જાગૂતિ ફેલાવવાનું શરૂ કરી દીધું છે.

કચ્છ સ્થિત સરહદ ડેરીના વડા હંબલેએ જણાવ્યું હતું કે તમામ સભ્ય યુનિયનોને આ નિર્ણયની સુચના મોકલવામાં આવી છે. દૂધ ઠાલવનારાઓના ખાતામાં જમા કરાવવાના પ્રોત્સાહનની ગણતરી તેઓ ગ્રામ્ય સ્તરની દૂધ મંડળીઓમાં ઠાલવતા દૂધના આધારે નક્કી કરાશે. દાખલા તરીકે એક લિટર દૂધ જમા કરવનારા ડેરી ખેડૂત રૂ.1 વધુ કમાશે. 20 લિટર દૂધ ઠાલવનાર ડેરી ખેડૂત રૂ.20 કમાશે. જે તેના ખાતામાં જમા કરાવવામાં આવશે.

આ નિર્ણયની અસર બનાસકાંઠાની  બનાસ ડેરી, સાંબરકાંઠાની સાબર ડેરી, મહેસાણાની દૂધ સાગર ડેરી અને આણંદની અમૂલ ડેર સહિત ગુજરાતની મોટી ડેરીઓના દૂધ શેડ વિસ્તારોમાં જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે