કચ્છઃ ભુજમાં દીવાલ ધરાસાઈ,
દિવાલ ધરાસાઇ થતા 2 બાળકોના મોત, 1ને ઈજા,
લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાસાઇ,
બાળકો રમી રહ્યા હતા ત્યારે દીવાલ થઈ ધરાશાઈ,
ભારે પવનના કારણે પડી દિવાલ
ચક્રવાત બિપોરજોયે તેનો માર્ગ બદલી નાખ્યો છે. પહેલા તેનો રસ્તો પાકિસ્તાન તરફ હતો. હવે એવો અંદાજ છે કે આ વાવાઝોડું 15મી જૂને ગુજરાતની દરિયાકાંઠાની સરહદે ટકરાશે. અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા 75 ટકા તોફાનો ભારત તરફ આવતા નથી. પરંતુ આ રીતે આવતા તોફાનોમાં બિપોરજોય 25 ટકા કરતા પણ ઓછો છે.
ચક્રવાત બિપરજોયે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. અરબી સમુદ્રમાંથી ઉછળેલું આ બીજું સૌથી શક્તિશાળી તોફાન છે. તેને પહેલેથી જ અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન કહેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, તે 11 જૂનની સાંજ સુધીમાં મુંબઈથી 540 કિમી દૂર હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 12 જૂને થાણે, રાયગઢ, મુંબઈ અને પાલઘરમાં વરસાદની આગાહી કરતો અહેવાલ બહાર પાડ્યો હતો. 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
ઘણી જગ્યાએ થી નુકસાનના સમાચાર મળી રહ્યા છે. ગીર સોમનાથમાં છ મકાન ધરાશાયી થયા બાદ કચ્છના ભુજમાં દીવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકોના મોત થયા છે. અને એક વ્યક્તિ ઘાયલ થઈ હોવાનુ સામે આવ્યું છે.
હવામાન વિભાગે 15 જૂન માટે એલર્ટ પણ જારી કર્યું છે, સાથે જ જણાવ્યું છે કે ક્યા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. આવામાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ગંભીર અસર પણ જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાવવાને કારણે નુકસાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે. માઢલાડ ગામે 6 મકાન ધરાશાયી થયા છે. દરિયાના ઊંચા મોજા મકાનો સાથે અથડાતા મકાન કકડભૂસ થઈને પડી ભાગ્યા છે. સાથે જ ગામના 23 પરિવારોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે અન્ય 23 મકાનો જે દરિયાકાંઠે આવેલાં છે તેને તંત્ર દ્વારા ખાલી કરાવી ત્યાં વસતા 160 લોકોનું સ્થળાંતર કરી તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.ગીર સોમનાથ જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે.
દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામા કરંટ જોવા મળતા લોકોમાં ડરનો માહોલ છે. હાલમાં અતિ ભયાનક વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 320 કિલોમીટરના અંતર પર છે. જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર, જખૌ બંદર અને નલિયાથી 440 કિલોમીટરના અંતર પર છે. તંત્ર પણ પુરી તૈયારી સાથે ખડેપગે છે.
આ પણ વાંચોઃ પાયલોટ-ગેહલોત/ દૌસામાં રાજેશ પાયલોટનો ગેહલોત પર કટાક્ષઃ ‘દરેક ભૂલ સજા માંગે છે તેવું કોણે કહ્યું હતુ’
આ પણ વાંચોઃ IND Vs AUS WTC Final 2023/ Day-4: વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ જગાડી આશા, શું થશે ચમત્કાર? જીતવા માટે 280 રનની જરૂર
આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય 15 જૂને ગુજરાતના કાંઠા વિસ્તારો પર ટકરાશે, માંડવીને સૌથી વધુ અસર થવાની સંભાવના
આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય લેશે વિકરાળ સ્વરૂપ ,આ રાજ્યોમાં થશે મુશળધાર વરસાદ
આ પણ વાંચોઃ AI-Jobs/ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી હાલમાં નોકરીઓને જોખમ નહીંઃ ચંદ્રશેખર
