Gujarat News/ ગુજરાતના બાળકોના મનની વાત શિક્ષણની ચોંકાવનારી હકીકતો

આ ઉંમરે બાળકો શારીરિક અને માનસિક રીતે ઝડપથી બદલાતા હોય છે, જેની અસર તેમની મનોસ્થિતિ પર પડે છે.સરવેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે ધોરણ 3ના બાળકોમાં સહપાઠીઓ દ્વારા ધમકીઓનું પ્રમાણ ધોરણ 6 અને 9 કરતાં વધુ છે.

Top Stories Gujarat

Gujarat News:ગુજરાત (Gujarat) ના શાળાઓમાં ભણતા બાળકો (Children) ની માનસિક અને શૈક્ષણિક સ્થિતિને લઈને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય સરવે ‘પરખ’ના તાજેતરના તારણો સામે આવ્યા છે. 4 ડિસેમ્બર, 2024ના રોજ યોજાયેલા આ સરવેમાં ગુજરાતની 3,536 શાળાઓમાંથી 1,04,883 વિદ્યાર્થીઓ અને 12,142 શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સરવેમાં ધોરણ 3, 6 અને 9ના વિદ્યાર્થીઓને તેમના શાળાકીય અનુભવો, શિક્ષકો, સહપાઠીઓ અને ઘરના વાતાવરણ વિશે 85થી વધુ મુદ્દાઓ પર સવાલો પૂછવામાં આવ્યા હતા. આ તારણો ગુજરાતના શિક્ષણના વર્તમાન પરિદૃશ્ય અને બાળકોની મનોસ્થિતિ પર પ્રકાશ પાડે છે, જે શિક્ષણવિદો, વાલીઓ અને નીતિ ઘડનારાઓ માટે ચિંતનનો વિષય બની રહે છે.

સરવેના આંકડા દર્શાવે છે કે ગુજરાતના લગભગ અડધા બાળકો શાળાકીય પ્રવૃત્તિઓના કારણે તણાવ અને ચિંતામાં જીવી રહ્યા છે. ખાસ કરીને ધોરણ 9ના વિદ્યાર્થીઓમાં આ સમસ્યા વધુ ગંભીર જોવા મળી. વડોદરાના 60% વિદ્યાર્થીઓએ શાળાના કારણે ચિંતા અનુભવતા હોવાનું જણાવ્યું.ગાંધીનગર અને વડોદરામાં 43% બાળકો શાળાકીય પ્રવૃત્તિઓને કારણે તણાવમાં હોવાનું કહે છે, જ્યારે ભાવનગરમાં આ આંકડો પ્રમાણમાં ઓછો છે, જે એક સકારાત્મક સંકેત છે.

સિનિયર સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી અનુસાર, ધોરણ 9ના વિદ્યાર્થીઓમાં હોર્મોનલ ફેરફારો, સહપાઠીઓનું બદલાતું વર્તન અને ભવિષ્યની ચિંતા આ તણાવના મુખ્ય કારણો છે. આ ઉંમરે બાળકો શારીરિક અને માનસિક રીતે ઝડપથી બદલાતા હોય છે, જેની અસર તેમની મનોસ્થિતિ પર પડે છે.સરવેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે ધોરણ 3ના બાળકોમાં સહપાઠીઓ દ્વારા ધમકીઓનું પ્રમાણ ધોરણ 6 અને 9 કરતાં વધુ છે. રાજકોટમાં ધોરણ 3ના 28% બાળકોએ જણાવ્યું કે તેમને સહપાઠીઓએ ધમકી આપી છે. રાજકોટમાં આવા ઘર્ષણના બનાવો સૌથી વધુ જોવા મળ્યા, જ્યારે ભાવનગરમાં આવા કિસ્સા નહીંવત છે.

મારપીટના મામલામાં વડોદરા આગળ છે, જ્યાં 22% વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને સહપાઠીઓએ માર્યા છે. રાજકોટમાં ધોરણ 3ના 33% વિદ્યાર્થીઓએ મારપીટનો અનુભવ થયો હોવાનું જણાવ્યું. આ આંકડા શાળાઓમાં બાળકોની સુરક્ષા અને વર્તન પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
સરેરાશ 89.92% બાળકો શાળામાં સલામત અનુભવે છે, પરંતુ રાજકોટમાં 11% બાળકોને શાળામાં અસલામતીનો અહેસાસ થાય છે. આ એક ચિંતાજનક સ્થિતિ છે, જે શાળાના વાતાવરણ અને શિક્ષણ પદ્ધતિઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવે છે.

સરવેમાં એક સવાલ બાળકોને શાળાએ જવું ગમે છે કે નહીં તે અંગે પૂછવામાં આવ્યો હતો. ગાંધીનગર અને વડોદરાના 29% બાળકોએ જણાવ્યું કે તેમને શાળાએ જવું ગમતું નથી. ખાસ કરીને ધોરણ 6ના બાળકોમાં આ લાગણી વધુ જોવા મળી. ગાંધીનગરમાં સરેરાશ 29.67% બાળકો શાળાએ જવામાં રસ નથી બતાવતા. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલના જણાવ્યા પ્રમાણે, શાળાએ જવું ન ગમવાનાં મુખ્ય કારણોમાં હોમવર્કનો ભાર, શાળાનું વાતાવરણ, કડક શિક્ષકો, વારંવાર ઠપકો આપતા શિક્ષકો અને સહપાઠીઓ કે શાળાની બસમાં સાથે આવતા બાળકો દ્વારા હેરાનગતિનો સમાવેશ થાય છે.

સરવેમાં વિદ્યાર્થીઓ શાળાએ કેવી રીતે જાય છે તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી. ઘણા બાળકો પગપાળા કે સાયકલ દ્વારા શાળાએ જાય છે, જે જિલ્લા અને ધોરણ પ્રમાણે અલગ-અલગ છે. આ આંકડા શાળાઓની ભૌગોલિક સ્થિતિ અને વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિનો પણ સંકેત આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શાળાઓમાં વાલીઓની જાણ બહાર વિદ્યાર્થીઓની શાળા બદલી દેવાય છે! શિક્ષણ વિભાગે કર્યો ખુલાસો

આ પણ વાંચો:DEOની સૂચનાથી વિધાર્થીઓ લેશે રાહતનો શ્વાસ,શાળાના સમયમાં થશે ફેરફાર

આ પણ વાંચો:સુરતમાં ઝૂલામાં ગળેફાંસો આવી જતા 1 વર્ષની બાળકીનું મોત