નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અન્ય કોઈપણ ઉભરતી ટેક્નોલોજીની જેમ AI-Jobs આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પર પણ નિયંત્રણો મૂકશે અને તેના માટે ટૂંક સમયમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ સંસદમાં રજૂ કરશે. આ બિલ મારફત 11 પ્રકારના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તેમ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું.
નવું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ટૂંકમાં સંસદમાં રજૂ થશે, AI-Jobsરાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાલ ઘણે અંશે ટાસ્ક ઓરિએન્ટેડ છે અને લોજિક તથા રિઝનિંગની જરૃર હોય તેવી સ્થિતિનો સામનો કરવા સક્ષમ નથી. આવા સંજોગોમાં એઆઈનાં વર્તમાન સ્વરૃપથી વ્યાપક સ્તરે નોકરીઓ જવાનું જોખમ જણાતું નથી. નોકરીઓમાં સામાન્ય રીતે લોજિક અને રિઝનિંગની જરૃર હોય છે અને એઆઈ આ બાબતમાં હાલ એટલી સારી નથી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં નવું ડિજિટલ પર્સનલ ડેટા AI-Jobs પ્રોટેક્શન બિલ સંસદમાં રજૂ થશે. સરકારે ઈન્ટરનેટના ઓપન, સલામત અને ડિજિટલ નાગરિકની સુરક્ષા માટે કાયદો બનાવવાની પહેલ શરૃ કરી છે. સરકારે 2019માં પણ આ બિલ રજૂ કર્યું હતું, પરંતુ હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી તે બિલ પાછું ખેંચી લેવાયું હતું. હવે સરકાર આ જ બિલની રૃપરેખાને નવી જરૃરિયાતો મુજબ બદલીને ફરી લાવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, આપણે મોબાઈલ ઈન્ટરનેટ અને ડેટાના AI-Jobs સૌથી મોટા ગ્રાહક છીએ. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં તેની કિંમત સૌથી ઓછી છે. છેલ્લા નવ વર્ષમાં તેના ભાવમાં આ ઘટાડો જોવા મળ્યો છે. હવે ભારત અંતરિયાળ વિસ્તારોમાં પણ ટેકનિકના માધ્યમથી સશક્તિકરણનો અનુભવ કરી રહ્યું છે. ભારતમાં ૫-જી ટેક્નોલોજીનો અમલ પણ સૌથી ઝડપથી થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરત/નવી શિક્ષણ નીતિના કારણે ધોરણ 1માં વિદ્યાર્થીઓના એડમિશનની સંખ્યા ઘટી
આ પણ વાંચોઃ નિમણૂક/શક્તિસિંહ ગોહિલને મળી ગુજરાત કોંગ્રેસની કમાન, દીપક બાવરિયાને આ બે રાજ્યોના બનાવ્યા પ્રભારી
આ પણ વાંચોઃ સાવધાન/દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા
