india news/ CJPએ આંદોલન સમાપ્ત કરવાની કરી જાહેરાત, “સરકારે ત્રણેય મુખ્ય માંગણીઓ સ્વીકારી”

CJP Protest Ends: દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા CJPના વિદ્યાર્થી આંદોલનનો અંત આવ્યો છે. CJPએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, FIR મુદ્દે ખાતરી અને વળતર સહિતની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવી જાણો સમગ્ર મામલો

Top Stories India
CJP Protest Ends: CJPએ આંદોલન સમેટ્યું

New Delhi News: દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા CJP (કોકરોચ જનતા પાર્ટી)ના વિદ્યાર્થી આંદોલનનો અંત (CJP Protest Ends) આવ્યો છે. કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે ત્રીજા તબક્કાની બેઠક બાદ CJPએ સત્તાવાર રીતે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી.

CJP Protest Ends: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રથમ માંગ સ્વીકારાઈ હોવાનો દાવો

CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ જણાવ્યું કે તેમની પ્રથમ અને મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી. તેમના જણાવ્યા મુજબ, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું (CJP Protest Ends) આપતાં તેમની આ માંગ સ્વીકારવામાં આવી છે.

વિરોધીઓ સામેની FIR પાછી ખેંચવાની ખાતરી

સૌરવ દાસે જણાવ્યું કે બીજી મુખ્ય માંગ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ (CJP Student Protest) સામે દાખલ કરાયેલી FIR પાછી ખેંચવાની હતી. તેમના દાવા અનુસાર, સરકારે ભાજપ અથવા તેના ગઠબંધનની સરકાર ધરાવતા રાજ્યોમાં નોંધાયેલી FIR પાછી ખેંચવાની તથા ભવિષ્યમાં વિરોધીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપી છે.

વળતર અંગે પણ સહમતિનો દાવો

આશુતોષ રંકાએ જણાવ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને રૂ.1 કરોડના વળતર અંગે પણ સરકાર સાથે સહમતિ બની છે. તેમના જણાવ્યા મુજબ, સરકારે નિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર મહત્તમ સંભવિત વળતર આપવાની સંમતિ દર્શાવી છે અને આ અંગે લેખિત ખાતરી મંગળવાર સુધીમાં આપવામાં આવશે.

સરકારને ચાર મુદ્દાનો લેખિત મુસદ્દો સુપરત

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ બેઠક (JP Nadda Meeting) બાદ જણાવ્યું કે CJPએ સરકારને ચાર મુદ્દાનો લેખિત ડ્રાફ્ટ આપ્યો છે. તેમાં FIR સંબંધિત મુદ્દા, વળતર, શિક્ષણ સુધારા માટે રજૂ કરાયેલા ચાર્ટર પર વિચારણા અને ભવિષ્યમાં સંવાદ ચાલુ રાખવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

શિક્ષણ સુધારા અંગે ફરી બેઠક યોજાશે

CJPના નેતાઓએ જણાવ્યું કે તેમણે સરકારને પાંચ મુદ્દાનો શિક્ષણ અને પરીક્ષા સુધારાનો ચાર્ટર પણ સોંપ્યો છે. આગામી ચાર અઠવાડિયામાં સરકાર સાથે ફરી બેઠક યોજાશે, જેમાં આ સુધારાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

“અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ”

બેઠક બાદ CJPના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ.” તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો: જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં હિંસા, 118થી વધુ પોલીસકર્મી ઘાયલ; 70 પ્રદર્શનકારીઓની અટકાયત

આ પણ વાંચો: સરકાર સાથે 3 રાઉન્ડની ચર્ચા બાદ CJPનો દાવો: “ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અમારી પહેલી જીત”

આ પણ વાંચો: જંતર-મંતર વિરોધ વચ્ચે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું