New Delhi News: દિલ્હીમાં સરકાર સાથે થયેલી ત્રણ રાઉન્ડની ચર્ચા બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ (Ashutosh Ranka Statement) મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જંતર-મંતર પર લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ દરમિયાન તેમની ત્રણ મુખ્ય માંગણીઓ હતી.
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રતિનિધિમંડળ સાથે લાંબી બેઠક બાદ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ (JP Nadda Statement) ચર્ચાના મુદ્દાઓ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે બેઠકમાં CJP દ્વારા રજૂ કરાયેલા લેખિત મુસદ્દા તેમજ તેમની વિવિધ માંગણીઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી.
લેખિત મુદ્દા પર થઈ ચર્ચા
#WATCH | Delhi: After talks with Cockroach Janta Party delegation, Union Minister JP Nadda says, “We had a long conversation today. They brought a written draft in which they made four points about the ongoing cases in agitation. Along with that, we discussed the other two… pic.twitter.com/H1ImnechUm
— ANI (@ANI) July 25, 2026
જેપી નડ્ડાએ જણાવ્યું કે CJPનું પ્રતિનિધિમંડળ એક લેખિત ડ્રાફ્ટ લઈને આવ્યું હતું, જેમાં આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો સંબંધિત ચાર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું.તેમણે જણાવ્યું કે સરકાર પ્રદર્શન (Government Talks) દરમિયાન નોંધાયેલી FIRની નકલ CJPને ઉપલબ્ધ કરાવશે. સાથે જ તેમણે ખાતરી આપી કે પ્રદર્શનકારીઓ સામે કોઈ બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવશે નહીં.જેપી નડ્ડાએ કહ્યું કે સરકારને પણ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે. તેમણે ઉમેર્યું કે પ્રચલિત નિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર શક્ય તેટલું મહત્તમ વળતર આપવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે CJP દ્વારા રજૂ કરાયેલા પાંચ મુદ્દાના ચાર્ટર પર પણ સરકાર વિચાર કરશે અને તેમાં સમાવિષ્ટ સૂચનોનું મૂલ્યાંકન કરવામાં આવશે.
Ashutosh Ranka Statement: પ્રથમ માંગણી અંગેનો દાવો
તેમણે વધુમાં કહ્યું કે સરકાર સમક્ષ પાંચ મુદ્દાનો માંગપત્ર પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દાઓ પર આગામી ચાર અઠવાડિયામાં સરકાર સાથે ફરી બેઠક યોજાશે. જો તમામ માંગણીઓ પર સંતોષકારક પ્રગતિ થશે, તો CJP આંદોલન પાછું ખેંચવા તૈયાર હોવાનું તેમણે જણાવ્યું.
“ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અમારી પહેલી માંગ હતી”
#WATCH | Delhi: After talks with the government, Cockroach Janta Party’s National Spokesperson Ashutosh Ranka says, “We held three rounds of discussions with the government delegation. Our protest at Jantar Mantar, which was going on for several days, had three main demands:… pic.twitter.com/erlp8eXgBz
— ANI (@ANI) July 25, 2026
આશુતોષ રંકાએ કહ્યું કે પ્રથમ માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી. તેમના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતા તેમની પહેલી માંગ સ્વીકારાઈ હોવાનું માનવામાં આવે છે.
FIR પાછી ખેંચવાની ખાતરીનો દાવો
CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસએ જણાવ્યું કે તેમની બીજી મુખ્ય માંગણી વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી સહિત ભાજપ શાસિત અને ભાજપ સાથે સંકળાયેલા રાજ્યોમાં નોંધાયેલી તમામ FIR પાછી ખેંચવાની હતી.તેમના જણાવ્યા મુજબ, સરકારે આ માંગણી પણ સ્વીકારી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સૌરવ દાસના દાવા અનુસાર, દિલ્હીમાં નોંધાયેલી અંદાજે 15થી 20 FIR અંગેની વિગતો ત્રણથી ચાર દિવસમાં આપવામાં આવશે અને તેને પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે.
અસરગ્રસ્ત પરિવારોને રૂ.1 કરોડ વળતરની માંગ
CJPની ત્રીજી મુખ્ય માંગ NEET પેપર લીક બાદ પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારોને રૂ.1 કરોડનું વળતર આપવાની છે. આશુતોષ રંકાએ કહ્યું કે આ મુદ્દે પણ સરકાર પાસેથી સકારાત્મક નિર્ણયની અપેક્ષા છે.
આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા, કહ્યું- હવે શિક્ષણ સુધારાનો સમય
આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકની પ્રથમ પ્રતિક્રિયા: “સરકારે આખરે હાર માની”
